દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૭. ગ્રીષ્મકાળ

From Ekatra Wiki
Revision as of 10:25, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. ગ્રીષ્મકાળ|મનહર છંદ}} <poem> ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે; ભૂત જેવો ભયંકર કિંકર છે શંકરનો, કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે; પયોધિના પાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૭. ગ્રીષ્મકાળ

મનહર છંદ


ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ,
જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે;
ભૂત જેવો ભયંકર કિંકર છે શંકરનો,
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે;
પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેશે,
વેષે જોતાં વપુ જેનું મહા વિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોષી લે છે,
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?