દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય

From Ekatra Wiki
Revision as of 16:16, 19 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય|મનહર છંદ}} <poem> લાંચીયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે; લાકડાનાં ગાડાં મૂળ થોડું આપી લૂટી લે છે, કેર કરનારું રાજ્ય જતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય

મનહર છંદ

લાંચીયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ,
જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે;
લાકડાનાં ગાડાં મૂળ થોડું આપી લૂટી લે છે,
કેર કરનારું રાજ્ય જતાં કાળો કેર છે;
નિરખનું નામ લઈ દામ નથી દેતા પૂરા,
લૂટારા પીંઢારા જતાં લૂટ ઠેર ઠેર છે;
કહે દલપત દીનનાથ તેં આ દેશમાંથી,
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.