વસુધા/ગુર્જરીના ગૃહકુંજે
Revision as of 07:38, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુર્જરીના ગૃહકુંજે|}} <poem> :::ગુર્જરીના ગૃહકુંજે :::અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી, અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo અહીં...")
ગુર્જરીના ગૃહકુંજે
ગુર્જરીના ગૃહકુંજે
અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo
આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી,
અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo
અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે,
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં ઝણઝણતા ઉરતંતે. -ગુo
અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં નાહ્યા, આળોટવા કુદરત પાનેતરમાં. -ગુo
અહીં અમારાં તન ધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા.
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo
અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઊઠ્યા પછડાયા,
જીવનજંગે જગત ભમ્યા પણ વિસરી નહિ ગૃહમાયા. -ગુo