કૃતિકોશ/ભાષાવિજ્ઞાન

From Ekatra Wiki
Revision as of 05:50, 13 August 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


ભાષાવિજ્ઞાન



‘ભાષાવિજ્ઞાન’માં સૈદ્ધાંતિક, ઐતિહાસિક, વર્ણનાત્મક ભાષાવિચારના ગ્રંથો, વ્યાકરણગ્રંથો/પુસ્તિકાઓ, ભાષાશિક્ષણ (અન્ય ભાષાઓ તેમજ ગુજરાતી)ની પ્રાવેશિક પુસ્તિકાઓ, પાઠમાળાઓ, વાચનમાળાઓ – એવો વ્યાપક સમાવેશ થયેલો છે.
ગુજરાતીમાં ભાષાવિજ્ઞાન એ સાહિત્ય-શિક્ષણથી સંલગ્ન રહ્યું હોવાથી ગુજરાતીમાં એવાં પુસ્તકો ઘણાં થયેલા છે.
પ્રારંભિક વર્ષોનાં (૧૯મી સદીનાં અને ૨૦મી સદીના પહેલા દાયકાલગીનાંં) મુખ્યત્વે વ્યાકરણનાં પુસ્તકો શિક્ષણવિદ/ભાષાવિદ અંગ્રેજ અધિકારીએ તૈયાર કરાવ્યાં કે અંગ્રેજીમાં લખ્યાં હોય એવાં છે. એમાંનાં થોડાંકમાં એમનાં નામ છે પણ, બધે જ, એના ગુજરાતી અનુવાદકોનાં નામ (મૂળ પુસ્તકો પર નહીં હોય એથી?) સ્રોતોમાંથી કે સંદર્ભોમાંથી મળ્યાં નથી.


૧૮૦૧-૧૮૧૦
૧૮૦૮ ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાટ્‌ર્સ ઑફ ધ ગુજરાતી મહરટ્ઠ ઍન્ડ
ઇંગ્લીશ લેંગ્વેઝીસ – ડ્રમંડ રૉબર્ટ
૧૮૧૧-૧૮૨૦
૧૮૨૦ અ ગ્રામર ઓફ ધ ગુજરાતી લૅંગ્વેજ – રુસ્તમજી સોરાબજી, ફૉર્બ્સ વિલિયમ
૧૮૩૧-૧૮૪૦
૧૮૩૮ ગુજરાતી ભાષાનું બાળ વ્યાકરણ – ફડકે ગંગાધર શાસ્ત્રી
૧૮૩૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ફડકે ગંગાધર શાસ્ત્રી
૧૮૪૦ ગુજરાતી ગ્રામર – ફડકે ગંગાધર શાસ્ત્રી ફડકેનાં આ ત્રણેય વ્યાકરણોનો નિર્દેશ ‘આદિમુદ્રિત૦’માં (સ્રોત ગુ. વ. સોસાયટી લાઈબ્રેરી સૂચિ ક્રમાંક ૩૯, ૧૫૦, ૧૩૦)
૧૮૪૦ અંગ્રેજી ટૂંકું વ્યાકરણ – નવરોજજી રૂસ્તમજી
૧૮૪૧-૧૮૫૦
૧૮૪૨ ગુજરાતી વ્યાકરણના સિદ્ધાતો – રામસે એસ. એન. અન્યત્રથી મળેલી વિગત મુજબ : The Principles of Gujarati Grammer (by Gangadhar Phadke & Others) - Tr. by Ramse S. N
૧૮૪૫ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ફાર્બસ વિલિયમ [અનુવાદક ?]
૧૮૪૭ ગ્રામર ઑફ ધ ગુજરાતી લેંગ્વેંજ – ક્લાર્કસન વીલીયમ
૧૮૪૭ ઈંગ્લીશ એન્ડ ગુજરાતી ઈન્સ્ટ્રક્ટર – દલપતરામ ભગુભાઈ
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૪ ગુજરાતી ભાષાનું વ્યાકરણ (બી. આ.?) – ફાર્બસ વિલિયમ
૧૮૫૫ બાલવ્યાકરણ – શાસ્ત્રી બાલ/બાલશાસ્ત્રી
૧૮૫૫ હુજવારેશ ભાષાનું વ્યાકરણ – પટેલ ધનજીભાઈ ફરામજી
૧૮૫૫ ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૮૪૦ની બીજી આ.) – ફડકે ગંગાધર શાસ્ત્રી (‘ગુજરાતી વ્યાકરણ = ગુજરાતી ગ્રામર’ (‘આદિમુદ્રિત૦’)
૧૮૫૭ પ્રિન્સીપલ્સ ઑફ ગુજરાતી ગ્રામર – ઍડવર્ડ લૅકી
૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ભરૂચા રૂસ્તમજી રતનજી
૧૮૫૯ પાઠમાલા : ભા. ૧, ૨ – રાણીના નાનાભાઈ (+ મૂસ આરદેશર ફરામજી)
૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – હોપ થિઓડોર સી.
૧૮૫૯ ગુજરાતી શાળા વાચનમાળા/પાઠાવલિ – હોપ થિઓડોર સી. ( ભાગ ૧ થી ૭ [કર્તૃત્વ?])
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૧ નામમાલા – ગંગાશંકર જયશંકર
૧૮૬૧ સંસ્કૃત વ્યાકરણ : ભા. ૧ – વૈદ્ય (સુરતવાળા) ધીરજરામ દલપતરામ
૧૮૬૨ વ્યુત્પત્તિપાઠ – પંડ્યા નવલરામ
૧૮૬૨ વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ રૂપરામ
૧૮૬૩ ચિપલુણકર વ્યાકરણ [ગુજરાતી?] – ચિપલુણકર કૃષ્ણશાસ્ત્રી
૧૮૬૩ વ્યાકરણ – મયારામ
૧૮૬૩ ઝંદ ભાષાનું ન્હાનું વ્યાકરણ – ભરુચા શહેરીયારજી દાદાભાઈ
૧૮૬૫ વર્ણવિચાર [વર્ણવિવેક?] – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૫ સંસ્કૃતમંજરી – પ્રાણશંકર
૧૮૬૫-૬૬ નર્મવ્યાકરણ : ભા. ૧, ૨ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૬ ગુજરાતી ભાષાનો ઇતિહાસ – શાસ્ત્રી વ્રજલાલ
૧૮૬૬ ગુજરાતી વ્યાકરણ [અંગ્રેજીમાં, ગુજરાતીમાં] – શાપુરજી એદલજી
૧૮૬૭ ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ – ટેલર જોસેફ વાન સોમરેન
૧૮૬૭ ગુજરાતી ભાષાનું વ્યાકરણ [બીજી આ.?] – હોપ થિઓડોર સી.
૧૮૬૯ શબ્દનાં મૂળ – સૈયદ અબ્દુલ (+ અન્ય)
૧૮૬૯ નવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૫મી આ. ૧૯૦૪) – કાંટાવાળા હરગોવિંદદાસ, ત્રવાડી લાભશંકર ઉ.
૧૮૭૦ ધાતુસંગ્રહ – ટેલર જોસેફ વાન સોમરેન (+ શાસ્ત્રી વ્રજલાલ)
૧૮૭૦ ઉત્સર્ગમાળા – શાસ્ત્રી વ્રજલાલ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ પ્રશ્નોત્તર વ્યાકરણ – ગુલાબદાસ ગોપાળજી
૧૮૭૨ બાલોપયોગી વ્યાકરણ – મોહનલાલ કલ્યાણજી
૧૮૭૩ વ્યુત્પત્તિપાઠ – પંડ્યા નવલરામ
૧૮૭૬ ગુજરાતી વ્યાકરણ – દેસાઈ ખંડુભાઈ
૧૮૭૬ વ્યાકરણ શીખવાની ચોપડી – મહેતા ડાહ્યાભાઈ જ.
૧૮૭૯ ફારસી ભાષાનો ભોમીયો – પંથકી અસ્પંદિયારજી
૧૮૮૦ અપભ્રષ્ટ શબ્દપ્રકાશ – શાસ્ત્રી પ્રભાકર
૧૮૮૦ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૩ ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ
૧૮૮૪ સુઆહિલી ભાષા – ઠક્કર માવજી
૧૮૮૫ આસપાસ  ફારસી અંગ્રેજી ગુજરાતી તથા હિંદુસ્તાની કહેવતોનો મુકાબલો – નાનજીઆણી કરમઅલી
૧૮૮૫ આસપાસ  ગુજરાતી ભાષાનું વ્યાકરણ – આચાર્ય વલ્લભજી
૧૮૮૮ જોડણી વિશે – દિવટિયા નરસિંહરાવ
૧૮૮૯ મૅન્યુઅલ ઑફ ગુજરાતી ગ્રામર – દલાલ ડી.
૧૮૮૯ વ્યુત્પત્તિપ્રકાશ – નીલકંઠ મહીપતરામ
૧૮૮૯ શબ્દશક્તિઓ [વ્યાકરણ] – વ્યાસ જટાશંકર દયારામ
૧૮૮૯ હેન્ડબૂક ઑફ ગુજરાતી ગ્રામર – ભટ્ટ પૂર્ણાનંદ મહાનંદ
૧૮૮૯ વ્યાકરણનો વધારો – ગાંધી જાદવજી માવજી
૧૮૯૦ વિદ્યાર્થીદર્પણ – મુનશી નરહરરામ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ ગુજરાતી વ્યાકરણનાં મૂળતત્ત્વો – ભટ્ટ ભગવાન
૧૮૯૧ વ્યાકરણ શિક્ષણ શૈલી : ભા. ૧ – શાહ માણેકલાલ નાગરદાસ
૧૮૯૧ ગુજરાતી શબ્દાર્થભેદ [પર્યાય-અર્થ-ભેદ] – પારેખ લલ્લુભાઈ પ્રા.
૧૮૯૨ એ સિમ્પલીફાઈડ ગ્રામર ઑફ ગુજરાતી – ટિસડોલ ક્લેર
૧૮૯૨ ગુર્જરભાષાપ્રકાશ – શાસ્ત્રી વ્રજલાલ
૧૮૯૩ ‘ધ સ્ટુડન્ટ્‌સ’ ગુજરાતી ગ્રામર વિથ એક્સરસાઈઝ ઍન્ડ વોકેબ્યુલરી –ટેલર જી. પી.
૧૮૯૪ ગુજરાતી શબ્દાર્થસંગ્રહ – દલાલ વિઠ્ઠલ રાજારામ
૧૮૯૫ સેલ્ફ ઇંગ્લિશ ઈન્સ્ટ્રક્ટર – કારભારી ભગુભાઈ
૧૮૯૫ ગુજરાતી બાળવ્યાકરણ – શાહ પ્રેમચંદ કરમચંદ
૧૮૯૫ ગુજરાતી વ્યાકરણનાં મૂળતત્ત્વો – ભટ્ટ ભગવાન શિવશંકર
૧૮૯૫ શાળાપયોગી વ્યાકરણ – પાલીસવાલા જાંગીરજી
૧૮૯૫ આસપાસ  પોરતુગીઝ ભાષાનો ભોમિયો – ધ્રુવ/વસઈવાળા પ્રાણજીવન
૧૮૯૬ સંસ્કૃત : પુ. ૧, ૨ – ત્રિવેદી કમળાશંકર
૧૮૯૬ વ્યાકરણ – ધાભર હોરમસજી
૧૮૯૬ ગુજરાતી વ્યાકરણનો ટૂંક સાર – શાહ/? ત્રિપળૂણકર છોટાલાલ સાંકળચંદ
૧૮૯૭ ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો – કેકોબાદ મંચેરશા પાલનજી
૧૮૯૯ સારસ્વત વ્યાકરણ – ભટ્ટ વૈદ્યનાથ
૧૮૯૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ* – ઝવેરી મણિલાલ મો. ( ‘શબ્દોના પ્રકાર ઓળખવા વિશે ગુજરાતી ભાષાના વ્યાકરણનું પહેલું પગથિયું.’)
૧૯૦૦ આસપાસ  શબ્દોના પ્રકારો ઓળખવા વિશે – ઝવેરી મણિલાલ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૪ હિન્ટ્‌સ ટૂ ધ સ્ટડી ઑવ ગુજરાતી (વ્યાકરણ) – ખાનસાહેબ ઈશ્વરલાલ
૧૯૦૫ વાગ્વ્યાપાર – ધ્રુવ કેશવલાલ હ.
૧૯૦૭ સરસ વ્યાકરણ – શાહ પુરુષોત્તમ જેઠાભાઈ
૧૯૦૮ કાવ્યસુબોધ અને શબ્દાર્થસંગ્રહ [+ કવિતા?] – ત્રિવેદી દલછારામ
૧૯૦૮ ગુજરાતી વ્યાકરણની રૂપરેખા * (બીજી આ. ૧૯૪૯) – ગ્રિયર્સન જ્યૉર્જ એ. ( ભારતીય ભાષા સમીક્ષા ગ્રંથ : ૯, એનો ભાગઃ ૨ ‘ગુજરાતી વ્યાકરણની રૂપરેખા’)
૧૯૧૦, ૧૧, ૧૨ લઘુ વ્યાકરણ : ૧, ૨, ૩ – દેસાઈ અમીધર
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ સંસ્કૃતશિક્ષિકા – ત્રિવેદી કમળાશંકર
૧૯૧૨ સંક્ષિપ્ત સંસ્કૃત વ્યાકરણ – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૧૩ ગુજરાતી ફર્સ્ટ સ્ટેપ – સિંકલર સ્ટીવનસન
૧૯૧૪ ધ ગ્રેમર ઑવ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની – તેસ્સિતોરી એલ. પી.
૧૯૧૪, ૧૬ ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર
૧૯૧૫ કારકમીમાંસા – ત્રિવેદી કમળાશંકર
૧૯૧૫ ઈન્ડોઆર્યન નેઝલ્સ ઈન ગુજરાતી – ટર્નર આર. એલ.
૧૯૧૬, ૧૯૧૭ સરલ સંસ્કૃત : ભા. ૧, ૨ – મહેતા કૌશિકરામ
૧૯૧૬, ૧૯૧૮ બંગભાષા પ્રવેશિકા : ભા. ૧, ૨ – પંડિત વાડીલાલ
૧૯૧૭ મધ્યમ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર
૧૯૧૯ બૃહદ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર
૧૯૨૦ તુલનાત્મક ભાષાશાસ્ત્ર – કચ્છી પ્રીતમલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ગુજરાતી ક્રોનોલોજી – ટર્નર આર. એલ.
૧૯૨૧-૩૨ ગુજરાતી લૅંગ્વિજ એન્ડ લિટરેચર ૧ : ૨ [અનુ. ૧૯૩૬, રા. બક્ષી] – દિવટિયા નરસિંહરાવ
૧૯૨૨ મધ્યમ વ્યાકરણ ને સાહિત્યરચના – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૨૨ ગુજરાતી શૈલી તથા લેખનપદ્ધતિ – હોડીવાળા શાપુરજી
૧૯૨૩ ગુજરાતી કહેવતસંગ્રહ તથા પ્રાચીન દોહરાસાખીઓ (બી.આ.) – શાહ આશારામ
૧૯૨૪ સંક્ષિપ્ત હિન્દુસ્તાની વ્યાકરણ – દેસાઈ ત્ર્યંબકરાય
૧૯૨૫ પ્રાકૃત વ્યાકરણ – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૨૫ સરળ ગુજરાતી બાળવ્યાકરણ – શાહ પ્રેમચંદ કરમચંદ
૧૯૨૫ વૉવેલ્સ ઈન ગુજરાતી – ટર્નર આર. એલ.
૧૯૨૫ આસપાસ  પ્રાકૃત માર્ગોપદેશિકા – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૨૫* પાઠ્ય બૃહદ્‌ વ્યાકરણ [કમળાશંકરના વ્યાકરણનો સંક્ષેપ] – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૨૬ ગુજરાતી ભાષાનું બાળવ્યાકરણ (બી. આ.) – ધારિયા છોટાલાલ
૧૯૨૭ લિંગ્વિસ્ટિક સરવે ઑવ ઇન્ડિયા - વૉલ્યુમ ૯, ખંડ ૨ – ગ્રિયર્સન જ્યોર્જ અબ્રાહમ
૧૯૨૮ પ્રાકૃત વ્યાકરણ – વૈદ્ય પી. એલ.
૧૯૨૮ વ્યાકરણસાર – જહાંગીર માણેકજી
૧૯૨૮ જૂની પારસી ગુજરાતી – દેસાઈ જહાંગીર માણેકજી
૧૯૨૮ શાળોપયોગી બાળવ્યાકરણ – કેકોબાદ મંચેરશા પાલનજી
૧૯૨૯ પાલિ પ્રબોધ – ઠાકોર આદ્યાદત્ત
૧૯૨૯ વ્યાકરણ : ગુજરાતી અંગ્રેજી ભાષા : ભા. ૧ – નેસ્ફીલ્ડ જે.
૧૯૨૯ ગૂર્જર ભાષાસાહિત્ય પ્રવેશ – પટેલ ચતુરભાઈ પુ.
૧૯૨૯ આસપાસ  કચ્છી લિપિ – છાયા વ્રજલાલ
૧૯૨૯,૩૦ નવીન વ્યાકરણ : ૧ થી ૩ – ચોક્સી મૂળજીભાઈ
૧૯૩૦ આસપાસ  કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ – જોબનપુત્રા નારાયણ
૧૯૩૦ આસપાસ  કચ્છી પહેલી ચોપડી – જોબનપુત્રા નારાયણ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ વ્યાકરણસાર ઉર્ફે વિરંચિ વ્યાકરણ – કવિ વિરંચિપ્રસાદ
૧૯૩૧ આસપાસ  સમ પ્રોબ્લેમ્સ ઑવ સાઉન્ડ ચૅન્જ ઈન ઈન્ડો આર્યન – ટર્નર રેલ્ફ
૧૯૩૨ ગુજરાતી ભાષાનું સરળ વ્યાકરણ : ભા. ૧, ૨ – દીવાન રતિલાલ
૧૯૩૨-૩૩ ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા – દવે ત્ર્યંબકલાલ, ‘ટી. એન. દવે’
૧૯૩૩ ગુજરાતી વ્યાકરણ પ્રવેશ, ધોરણ - ૩ – ઓઝા વ્રજલાલ
૧૯૩૩ વ્યાકરણના સહેલા પાઠો : ૧, ૨ – દવે સાકરલાલ
૧૯૩૩ વ્યાકરણનો પ્રવેશ : ભા. ૩ – પટેલ શંકરભાઈ (+ પટેલ નારણભાઈ)
૧૯૩૩ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર
૧૯૩૪ ભાષાવિજ્ઞાન પ્રવેશિકા – શુ્‌ક્લ બચુભાઈ
૧૯૩૪ ગુજરાતી ભાષાનું સરળ વ્યાકરણ (બીજી આ.) – દીવાન રતિલાલ
૧૯૩૫ અ સ્ટડી ઑવ ધ ગુજરાતી લૅંગ્વિજ ઑવ ધ સિક્સટીન્થ સેન્ચુરી – ટી. એન. દવે(દવે ત્ર્યંબકલાલ)
૧૯૩૫ ૧, ૨, ૩ કેમ શીખવવું? – બધેકા ગિજુભાઈ
૧૯૩૫ જૂની ગુજરાતી ભાષા – પટેલ ચતુરભાઈ
૧૯૩૬ ગુજરાતી ભાષા અને સાહિત્ય ૧, ૨ – દિવટિયા નરસિંહરાવ (અનુ. રામપ્રસાદ બક્ષી)
૧૯૩૮ ગુજરાતી લેખનરચના – દેસાઈ રણછોડજી દ.
૧૯૩૯ અર્ધમાગધી ભાષા – ધોળકિયા ઉષાકાન્ત
૧૯૩૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન – વ્યાસ કાન્તિલાલ
૧૯૩૯ વ્યાકરણનાં મૂળ તત્ત્વો – જોશી રામશંકર ઘે.
૧૯૩૯ વ્યાકરણ પરિચય : ૧-૩ – વ્યાસ ભાનુશંકર બા.
૧૯૪૦ વ્યાકરણના નવીન પાઠો – ત્રિવેદી જટાશંકર
૧૯૪૦ બેઝિક ઇંગ્લિશ ગ્રંથમાળા - પુસ્તક ૯ – વ્યાસ હરિકૃષ્ણ
૧૯૪૦-૪૧ આપણી ભાષા : ૧ થી ૩ [વ્યાકરણ] – ખાનસાહેબ આત્મારામ નાનાભાઈ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ ગુજરાતીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ
૧૯૪૩ ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૪૪ માતૃભાષાનું શિક્ષણ – કવિ કાલિદાસ નરસિંહ
૧૯૪૪ વ્યાકરણ અને લેખનના સરળ પાઠો – ચિનાઈ જ્યંતીલાલ
૧૯૪૫ ભાષા-વૃત્ત અને અલંકાર – વ્યાસ કાન્તિલાલ
૧૯૪૫ અક્ષર અને શબ્દ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૫ ગુજરાતી વ્યાકરણની રચના – દવે ત્ર્યંબકલાલ ‘ટી. એન. દવે’
૧૯૪૬ ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન – ઝવેરી મનસુખલાલ
૧૯૪૬ ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા – વ્યાસ કાન્તિલાલ
૧૯૪૬ વ્યાકરણવિનય – નાયક મગનલાલ મણિલાલ
૧૯૪૬ ગુજરાતી ક્રમિક વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૭ હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ – પારેખ નગીનદાસ
૧૯૪૭ ગુજરાતી ભાષાલેખન – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૮ ગુજરાતી ભાષાનું વિશુદ્ધલેખન – દવે સાકરલાલ
૧૯૪૮ ઉચ્ચારશાસ્ત્રપ્રવેશિકા – પંચાલ અંબાલાલ
૧૯૪૮ અનુશીલન – શાસ્ત્રી કેશવરામ
૧૯૫૦ ભાષાદર્શન – કવિ કાલિદાસ નરસિંહ
૧૯૫૦ સ્વરભાર અને તેનો વ્યાપાર – પટેલ ગોકળભાઈ
૧૯૫૦* અપભ્રંશ પાઠાવલિ – મોદી મધુસૂદન
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ ગુજરાતી વાગ્વિકાસ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૧ આપણી ભાષા : વ્યાકરણ અને લેખન ભાગ, ૧ – વ્યાસ કાન્તિલાલ બ.
૧૯૫૧, ૧૯૫૭ ભાષા પરિચય : ભા. ૧ થી ૪ – ઝવેરી મનસુખલાલ
૧૯૫૨ ભારતીય આર્યભાષા અને હિંદી – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૨ સોનીની પારસી – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૩, ૧૯૫૬ ગુજરાતી હિન્દી દીપિકા ૧, ૨ – તેરૈયા પ્રભાશંકર
૧૯૫૪ પ્રાકૃતભાષા – પંડિત પ્રબોધ
૧૯૫૪ વાગ્વ્યાપાર – ભાયાણી હરિવલ્લભ
૧૯૫૪ શબ્દ અને અર્થ – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૪, ૧૯૫૫ અરબી ફારસીની ગુજરાતી પર અસર : ભા. ૧, ૨ – નાયક છોટુભાઈ
૧૯૫૫ ધ ફર્સ્ટ ગ્રામર ઈન મૉડર્ન ગુજરાતી – વ્યાસ કાન્તિલાલ
૧૯૫૫ સુબોધ વ્યાકરણ અને લેખન – ભાયાણી હરિવલ્લભ, યાજ્ઞિક અમૃતલાલ
૧૯૫૫ ચરોતરી બોલી – પંડિત પ્રબોધ
૧૯૫૫ ઉત્તર ગુજરાતની બોલી : એક દૃષ્ટિપાત – દવે ઈન્દ્રવદન
૧૯૫૫* ગુજરાતી ભાષા – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૫* ભાષાવિજ્ઞાન – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૬ સંસ્કૃત ભાષા પરિચય : ભા. ૧, ૨ – દવે જયાનંદ
૧૯૫૭ ગુજરાતી વ્યાકરણલેખન – પટેલ ગોકળભાઈ (+ અન્ય)
૧૯૫૮ સાચી જોડણી અઘરી નથી – દોશી યશંવત
૧૯૫૮ ગુજરાતી રૂપરચના – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૮ ગુજરાતી લૅંગ્વેજ – ત્રિવેદી વી. આર.
૧૯૫૮ વાઘરીની પારસી – ચોક્સી ભાનુપ્રસાદ
૧૯૫૮ વાગડી ભાષા પરિચય – જોશી એલ. ડી.
૧૯૬૦ ગુજરાતી ભાષાશાસ્ત્ર – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૦ ગુજરાતી ભાષાનું પારંપારિક વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૦ શબ્દચર્ચા – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૦ ભાષાનું શબ્દભંડોળ – પંડિત પ્રબોધ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ સિદ્ધહૈમ અપભ્રંશ વ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૧ જોડણીની ભૂલો અંગે સંશોધન – પટેલ વિઠ્ઠલભાઈ
૧૯૬૧ ભાષા અને તેની બોલીઓ – અનુ. આચા્‌ર્ય શાંતિલાલ (મૂળ : પંડિત પ્રબોધ)
૧૯૬૩ ભાષાવિહાર – ત્રિવેદી યશવંત
૧૯૬૩ શબ્દકથા [સંવર્ધિત ૧૯૮૩] – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૩ ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૩ ભાષાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો – પંડિત પ્રબોધ
૧૯૬૪ ધ લેંગ્વિજ ઑવ ગુજરાત (અનુ. ૧૯૭૨, મીનાક્ષી પટેલ) – દવે ત્ર્યંબકલાલ, ટી. એન. દવે
૧૯૬૪ ભાષાવિજ્ઞાન : ખંડ ૧ – વ્યાસ કાન્તિલાલ
૧૯૬૪ ગુજરાતી ભાષા - ઉદ્‌ગમ અને વિકાસ – વ્યાસ કાન્તિલાલ
૧૯૬૪ ગુજરાતીના તદ્‌ભવ-કૃત પ્રત્યયો – ઝવેરી અનિલા
૧૯૬૫ એ ગુજરાતી રેફરન્સ ગ્રામર – કાર્ડોના જ્યોર્જ
૧૯૬૫ વાક્યપૃથક્કરણ અને શુદ્ધલેખન – ઝવેરી મનસુખલાલ
૧૯૬૫ ભાષાવિજ્ઞાનની રૂપરેખા – દવે જયંતીલાલ છગનલાલ
૧૯૬૫ અનુશીલનો – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૫ ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૫ કચ્છી વિશે – પંડિત પ્રબોધ
૧૯૬૫ ભાષાસિદ્ધાંતસાર – પાઠક રમણ
૧૯૬૬ જોડણીશિક્ષણ – આક્રુવાલા સી.
૧૯૬૬ કચ્છી મધ્યમ વ્યાકરણ – ત્રિવેદી પ્રતાપરાય
૧૯૬૬ વાગ્‌વિવેક – દવે જયંતીલાલ છગનલાલ
૧૯૬૬ ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન – પંડિત પ્રબોધ
૧૯૬૬ ગુજરાતી ભાષાનું સ્વરૂપ – ભટ્ટ રમણભાઈ
૧૯૬૬ સંસ્કૃત ભાષા : ઉત્પત્તિ અને વિકાસ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૭ ગુજરાતી ભીલી વાતચીત – આચાર્ય શાંતિલાલ
૧૯૬૭ ભાષા અને તેની બોલીઓ – યાજ્ઞિક અચ્યુત
૧૯૬૭ ગુજરાતી ભાષા : બોલીઓનું ક્રમિક વિભાજન – પંડિત પ્રબોધ
૧૯૬૮ શ્રવણશાસ્ત્ર – પંચાલ અંબાલાલ
૧૯૬૯ ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૯ સંક્ષિપ્ત સરલ ગુજરાતી વ્યાકરણ – દવે રમેશ છ.
૧૯૬૯ થોડોક વ્યાકરણવિચાર – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૯ ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૯ ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૬૯ ગુર્જરશબ્દાનુશાસન (વ્યાકરણ) – સ્વામી ભગવદાચાર્ય
૧૯૭૦ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગો – તેરૈયા પ્રભાશંકર
૧૯૭૦ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વકીલ ભૂપેન્દ્ર
૧૯૭૦ ભાષાવિજ્ઞાન : પરિચય – શાહ જગદીશચંદ્ર
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ ભાષાની ઉત્પત્તિ અને મુખ્ય ભાષાકુળો – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૨ ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૭૨ અનુસંધાન – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૨ ગુજરાતની ભાષા – (અનુ.) મીનાક્ષી પટેલ (મૂળ ટી. એન. દવે ૧૯૬૪)
૧૯૭૩ ભાષા વિવેચન – આચાર્ય શાંતિભાઈ
૧૯૭૩ ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ – કોઠારી જયંત
૧૯૭૩ ગુજરાતીમાં વિરામચિહ્‌નો – પટેલ મોહનભાઈ શંકરભાઈ (+ શેઠ ચંદ્રકાન્ત)
૧૯૭૩ ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો – પંડિત પ્રબોધ
૧૯૭૩ શબ્દપરિશીલન – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૩ વાગ્વિભવ – શાસ્ત્રી કેશવરામ
૧૯૭૩ ભાષા : માનવસંસ્કૃતિની સાથી – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૩ ગુુજરાતી ભાષાનો કુળક્રમ – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૩ ગુજરાતી ભાષાનાં વિધાયક બળો – પંડિત પ્રબોધ
૧૯૭૪ બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૪ ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ – પરીખ પ્રવીણચંદ્ર
૧૯૭૫ એ ગ્રામેટિકલ સ્કેચ ઑફ ગુજરાતી લેંગ્વેજ – પંડિત પ્રબોધ
૧૯૭૫ પ્રાયમરી પ્રાક્રિત ગ્રામર ફૉર કૉલેજ સ્ટુડન્ટ – ચોક્સી વાડીલાલ
૧૯૭૫ વ્યુત્પત્તિવિચાર – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૫ ભાષા, સમાજ અને સાહિત્ય – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૫ પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પરંપરાનો ઇતિહાસ – શુક્લ જયદેવ મોહનલાલ
૧૯૭૬ ભાષાશાસ્ત્ર શું છે? – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૭૬ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ – ભાયાણી હરિવલ્લભ
૧૯૭૬ વાક્‌વ્યવહાર અને વાક્‌છટા – જોશી નટુભાઈ
૧૯૭૭ ડૉ. પ્રબોધ પંડિત – આચાર્ય શાંતિભાઈ
૧૯૭૭ ગુજરાતી નામિક સમાસો – દવે જયંતીલાલ છગનલાલ
૧૯૭૭ ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૭ ઓપરેટર્સ ઈન ગુજરાતી – જોશી દયાશંકર
૧૯૭૮ હાલારી બોલી – આચાર્ય શાંતિલાલ
૧૯૭૮ વ્યાકરણ : અર્થ અને આકાર – પંડિત પ્રબોધ
૧૯૭૮ ભાષાવિજ્ઞાન : અદ્યતન સિદ્ધાંતવિચારણા – વ્યાસ કાન્તિલાલ
૧૯૭૯ પશ્ચિમમાં વ્યાકરણમીમાંસા – મોદી ભારતી
૧૯૭૯ ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૦ જૂની મૂડી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૮૦ પાણિનીય શિક્ષા – શુક્લ જયદેવ મોહનલાલ
૧૯૮૦ ગુજરાતી વ્યાકરણ (ધો. ૫, ૬, ૭) – પાઠ્યપુસ્તક મંડળ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સમાસ : એક અધ્યયન – પટેલ ગોકળભાઈ
૧૯૮૧ ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા – પટેલ મોહનભાઈ શંકરભાઈ
૧૯૮૧ બધિરોનું વાણીશિક્ષણ – શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ
૧૯૮૧ ચૌધરી બોલી અને સંસ્કૃતિ એક અભ્યાસ – વ્યાસ દક્ષા
૧૯૮૧-૮૨ ગુજરાતી વ્યાકરણ (ધો. ૮, ૯, ૧૦) – કોેઠારી જયંત (પાઠ્યપુસ્તક મંડળ)
૧૯૮૧ વાગડી બોલી અને ગુજરાતી ભાષાનો એક અભ્યાસ – જોશી એલ. ડી.
૧૯૮૨ ભાષાશુદ્ધિનું શિક્ષણ : ૧ : હ્ર્‌સ્વ દીર્ઘ – રાજ્યગુરુ ઉમાકાન્ત
૧૯૮૨ અપભ્રંશ ઑફ હેમચંદ્ર – વ્યાસ કાન્તિલાલ
૧૯૮૩ પંચરંગી સમાજમાં ભાષા [મૂળ અંગ્રેજીમાં ‘લેંગ્વેજ ઈન અ પ્લુરલ સોસાયટી’] – પંડિત પ્રબોધ, અનુ. જોશી દયાશંકર
૧૯૮૩ સામાજિક ભાષાવિજ્ઞાન – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૩ શબ્દકથા [૧૯૬૩નું સંવર્ધન] – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૪ બોલીવિજ્ઞાન : કેટલાક પ્રશ્નો – આચાર્ય શાંતિભાઈ
૧૯૮૪ પરિભાષેન્દુ શેખર – પંડ્યા ભગવતીપ્રસાદ
૧૯૮૪ ગુજરાતી વ્યાકરણવિચાર – સોની રમણ (+ પટેલ મોતીભાઈ)
૧૯૮૪ ગુજરાતી વિભક્તિવિચાર – ભાંડારી અરવિંદ
૧૯૮૫ ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ – દેસાઈ ઊર્મિ
૧૯૮૫ ભાષા સજ્જતા અને લેખન કૌશલ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૫ હાલારી બોલી – આચાર્ય શાંતિભાઈ
૧૯૮૬ સેતુ – દવે જગદીશ
૧૯૮૬ ભાષાશાસ્ત્ર અને પ્રાચીન ભારતીય આર્યભાષા – ભટ્ટ વસન્તકુમાર
૧૯૮૬ કચ્છી ભાષાની જોડણી – આચાર્ય શાન્તિભાઈ
૧૯૮૬ કાઠિયાવાડી બોલી – માંકડ ડોલરરાય
૧૯૮૬ રિથિંકિંગ ઑફ મર્મર ઈન ગુજરાતી – મોદી ભારતી
૧૯૮૬ અક્ષરમાળા : ગુજરાતી ભાષાપ્રવેશ : ૧ થી ૪ – દવે જગદીશ
૧૯૮૭ શબ્દલોક – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૮૭ ભાષાવિમર્શ – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૮ વાક્‌ કૌશલ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૮ સીદીકચ્છી વાર્તાઓ : ભાષા વૈજ્ઞાનિક અધ્યયન – આચાર્ય શાંતિભાઈ
૧૯૮૮ સ્ટડી ઑફ ઍનાફોરિકલ બાઈન્ડીંગ ઈન ગુજરાતી – શાહ આરા
૧૯૮૯ કચ્છી ગદ્ય (લોકકથાઓ) એને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન – આચાર્ય શાંતિભાઈ
૧૯૮૯ રાજપીપળા વિભાગની આદિવાસી બોલી – જોશી જયાનંદ
૧૯૮૯ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૯ ચાલો ગુજરાતી લખતાં શીખીએ – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૮૯ લિપિ વિશે નવો વિચાર – પટેલ સાં. જે.
૧૯૮૯ ગુજરાતી શીખવું સહેલું છે – શાહ ભરત
૧૯૮૯-૧૯૯૧ ગુજરાતી વ્યાકરણ અને લેખન : ભા. ૧ થી ૩ – દવે ઉપેન્દ્ર
૧૯૯૦ હેંડો વાત માંડીએ – આચાર્ય શાંતિભાઈ
૧૯૯૦ સંસ્કૃત વાક્યસંરચના – ભટ્ટ વસન્તકુમાર
૧૯૯૦ ગુજરાતી વાક્યરચના – ભાંડારી અરવિંદ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ માતૃભાષા લેખન વિચાર – ગોર કાન્તિલાલ
૧૯૯૧ લોકસાહિત્યમાં કથનશૈલી – આચાર્ય શાંતિભાઈ
૧૯૯૧ ગુજરાતી શીખો – શાહ કિરીટ
૧૯૯૧-૯૨ ભાષાવ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ, પટેલ ભોળાભાઈ
૧૯૯૨ કચ્છી રૂઢિપ્રયોગ – શર્મા ગોવર્ધન
૧૯૯૨ સાબરકાંઠાની ભીલી વાર્તાઓ – આચાર્ય શાંતિભાઈ
૧૯૯૨ વ્યાકરણવિમર્શ – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૯૩ અક્ષરમાળા – દવે જગદીશ
૧૯૯૩ જોડણીવિચાર – પટેલ રામજીભાઈ માધવલાલ
૧૯૯૩ જોડાક્ષરવિચાર – મુનિ હિતવિજય
૧૯૯૩ લર્ન ગુજરાતી – દવે જગદીશ
૧૯૯૪ ગુજરાતી વ્યાકરણ, ધો. ૮ થી ૧૨ – અભાણી ભૂપેન્દ્રસિંહ ‘સિકંદર’
૧૯૯૪ ભાષા અભિવ્યક્તિ – નાયક રતિલાલ
૧૯૯૪ ભાષાવિજ્ઞાન – પટેલ મગનભાઈ
૧૯૯૪ પાણિનીય વ્યાકરણ વિમર્શ – ભટ્ટ વસન્તકુમાર
૧૯૯૪ ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો (બીજી આ.) – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૯૪ ઍક્સિડંટલ મોર્ફોલોજી ઈન ગુજરાતી – મિસ્ત્રી પુરુષોત્તમ જી.
૧૯૯૪ માન્ય ગુજરાતીની ધ્વનિવ્યવસ્થા – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૯૪ ગુજરાતીમાં સમાસરચના – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ
૧૯૯૫ જાણીએ જોડણી – પટેલ રામજીભાઈ માધવલાલ
૧૯૯૫ અબકડ કબતક? – પટેલ રામજીભાઈ માધવલાલ
૧૯૯૫ કવિતામાં વ્યાકરણ – ભટ્ટ રસિકલાલ
૧૯૯૫ શબ્દપ્રયોગોની પગદંડી પર – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૬ જોડણીની ખોદણી – ગજ્જર ઉત્તમ
૧૯૯૬ મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિનામોનું અધ્યયન – ત્રિવેદી ગિરીશ
૧૯૯૬ રૂસી શીખીએ હોંશે હોંશે – આચાર્ય શાંતિભાઈ
૧૯૯૭ વાણી અને લેખનની શુદ્ધિ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૯૮ ગુજરાતી ધ્વનિવિચારણાની વ્યવસ્થા – પંડ્યા પિંકી ‘પિંકી શાહ’
૧૯૯૮ શું ભાષાશુદ્ધી અભીયાન એક તુત છે? – કોઠારી જયંત
૧૯૯૮ જો મન ખુલ્લું હોય તો – કોઠારી જયંત
૧૯૯૮ લિપિવિષયક મનનીય મુુદ્દા – મુનિ હિતવિજય
૧૯૯૯ ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ-ઉ’ બસ છે – ગજ્જર ઉત્તમ
૧૯૯૯ કોશરચના અને જોડણી – વ્યાસ યોગેન્દ્ર, પંડ્યા/શાહ પિંકી
૧૯૯૯ જોડણી વિચાર : પુસ્તિકા ૧ થી ૫ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી.શાહ’
૧૯૯૯ શબ્દચર્ચા – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૯ ચાલો ગુજરાતી લખતાં શીખીએ (સંવર્ધિત) – દેસાઈ ઊર્મિ ઘ.
૧૯૯૯ થી ૨૦૦૩ પાણિનિમુનિ પ્રોક્ત અષ્ટાધ્યાયી : ખંડ ૧ થી ૫ – પાઠક કિશોરચંદ્ર
૨૦૦૦ ગુજરાતી ભાષા પ્રવેશ : ભા. ૧ થી ૪ – દવે જગદીશ
૨૦૦૦ નર્મવ્યાકરણ (૧૮૬૫ની નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ)
૨૦૦૦ વાક્ય અને ગુજરાતી વાક્ય – ભાંડારી અરવિંદ
૨૦૦૦ રૂપઘટક અને ગુજરાતી રૂપરચના – દેસાઈ ઊર્મિ ઘ.