ભાષા, સમાજ અને સાહિત્ય/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 13:42, 27 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><poem> <big><big><big><big>ભાષા, સમાજ અને સાહિત્ય</big></big></big></big> (LANGUAGE, SOCIETY and LITERATURE) <br> <big><big>☆</big></big> <br> લેખક '''યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ''' ભાષાવિજ્ઞાનના અધ્યાપક ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ-૩૮૦ ૦૦૯ </poem></center> {{d...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાષા, સમાજ અને સાહિત્ય
(LANGUAGE, SOCIETY and LITERATURE)










લેખક
યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ
ભાષાવિજ્ઞાનના અધ્યાપક
ગુજરાત યુનિવર્સિટી
અમદાવાદ-૩૮૦ ૦૦૯

પ્રકાશક : યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ ૨૨, કરુણા સોસાયટી, નવા વાડજ, અમદાવાદ-૧૩.

© લેખક


ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત

પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૧૯૭૫

પ્રતઃ ૧૦૦૦

કિંમત : ૧૦ રૂપિયા


મુદ્રક : કે. ભીખાલાલ ભાવસાર

શ્રી સ્વામીનારાયણ મુદ્રણ મંદિર

૪૬, ભાવસાર સોસાયટી, નવા વાડજ, અમદાવાદ-૧૩


મુખ્ય વિક્રેતા : આદર્શ પ્રકાશન

સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની બાજુમાં,

ઇટાલિયન બેકરી પાસે, રાયખડ રોડ, અમદાવાદ–૧.


‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’
બહાર પડ્યું ત્યારે પ્રથમ સ્મર્યાં હતા
‘મને ભાષાવિજ્ઞાન અને સંશોધનની શિસ્ત શીખવનાર’
મારા ગુરુ ડૉ. પ્રબોધ પંડિતને




આજે પ્રથમ સ્મરું છું
મારાં પૂજ્ય બા -બાપુજીને.

આભાર

બાવીસમાંથી છ લેખો પડતા મૂકવાનું સૂચવવા માટે મુ. ભાયાણીસાહેબનો. નં. ૨, ૫ અને ૧૩ એ મારા જ લેખો મને મારા જ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગરનો. ‘જ્ઞાનગંગોત્રી’, ‘કાન્ત’, ‘રમણભાઈ નીલકંઠ’, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-ખંડ ૩', ‘...અને સાહિત્ય’ એ ગ્રંથો તથા ‘સ્વાધ્યાય’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પરબ’, ‘વિશ્વમાનવ’ અને ‘સંસ્કૃતિ’ના સંપાદકો-તંત્રીઓનો. આ લેખસંગ્રહને ગુજરાતી સરકારની આર્થિક સહાય મળી તે માટે ભાષાનિયામક મુ. હસિતભાઈ બુચનો, ઉપનિયામક શ્રી જોશીપુરાનો અને સહાય માટે આ લેખોને મોકલવાનું સૂચવવા માટે મુ. દિગીશભાઈ મહેતાનો. માત્ર ચોવીસ દિવસમાં (અલબત્ત, સાવ થોડા મુદ્રણદોષો સાથે- જેતે આ કક્ષાના અભ્યાસીઓ જાતે જ સુધારી લેશે.) સુઘડ છાપકામ કરી આપનાર ‘શ્રી સ્વામીનારાયણ મુદ્રણ મંદિર'ના માલિક મારા પાડોશી શ્રી કે. ભીખાલાલ ભાવસારનો. આ પુસ્તકના પ્રકાશનમાં ઉત્સાહથી નાનીમોટી મદદ કરનારાં મારાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, અધ્યા. છગન પટેલ, અધ્યા. કાન્તિ કડિયા, પોપટ પટેલ, રેખા ત્રિવેદી, ગાયત્રી ઠાકર, નીતા શાહ, અસ્મિતા પંડ્યા અને લીના શાહનો.

વચગાળાનો અહેવાલ

છેલ્લાં પાંચ-સાત વરસો દરમ્યાન લખાયેલા લેખોમાંથી પસંદ કરાયેલા લેખોનો આ સંગ્રહ છે. ગયે વરસે એપ્રિલ '૭૪માં પ્રગટ થયેલ ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ' કરતાં અમુક અંશે વધુ ઉપયોગી અને આપણે ત્યાંની ભાષા તથા સાહિત્યની વિચારણામાં નવાં પરિમાણો ઉમેરતું આ પુસ્તક છે તેથી એ પુસ્તકની જેમ જ આને પણ ઉમળકાપૂર્વક ઉષ્માભર્યો આવકાર મળશે એવી આશા છે. આમાંના લેખોને માહિતીલેખો, અભ્યાસલેખો તથા સંશોધનલેખો એમ ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. વિજ્ઞાનના વિષયમાં કોઈ પણ લખાણ સત્યના અંતિમ રહસ્યને છતું કરે છે એવો દાવો કરી શકાય નહીં. સત્યના રહસ્યને પામવાનો દરેક લખાણનો પ્રયત્ન હોય છે. આ લખાણોમાં પણ એ મથામણ જોઈ શકાશે. એ પ્રયત્ન જેટલો વસ્તુલક્ષી, મુદ્દાસર, તર્કયુક્ત, ચોકસાઈપૂર્વકનો અને સર્વસંમતિ સાધવાની દિશા તરફનો એટલું અભ્યાસીઓને મન એનું મૂલ્ય વધારે. સ્પેશિયાલાઈઝેશનના આ સમયમાં એક જ ક્ષેત્રને કેન્દ્ર ગણીને એમાં ઊંડા ને ઊંડા જવાનું વધુ ફળદાયી અને ચિરંજીવ મૂલ્યનું ગણાય છતાં શિક્ષક તરીકે (અને તેય ભારતીય આબોહવામાં જીવતા શિક્ષક તરીકે) પોતાના વિષયમાંનાં અનેક ક્ષેત્રોમાંથી કેટલાંક ઉપર તો પ્રભુત્વ મેળવવું રહ્યું. આને કારણે ઉચ્ચારણશાસ્ત્ર અને બોલીવિજ્ઞાન ઉપરાંત ભાષાશિક્ષણના પ્રશ્નો, શૈલીના પ્રશ્નો, મનો-ભાષાવિજ્ઞાન અને સ્પીચથેરપીના કેટલાક પ્રશ્નો ભણાવવાના આવતાં એનો અભ્યાસ થયો. પહેલા સાત લેખોમાં ભાષાના સ્વરૂપને, ભાષા અને સમાજના સંદર્ભ તથા ભાષાશિક્ષણને લગતી વિચારણા છે. બીજી ભાષાના શિક્ષણની વિચારણાને નિરૂપતું આવું એક અલગ પુસ્તક કરવાનો ખ્યાલ છે, એ પછીના પાંચ લેખોમાં ભાષાવિજ્ઞાન અને સાહિત્યને સાંકળવાનો પ્રયત્ન છે. ગુજરાતી વિવેચનમાં નવી દિશાના પ્રયત્ન તરીકે વિદ્વાનોએ તે લેખો આવકાર્યા છે તે આનંદની વાત છે. માત્ર કવિતા કે નવલકથા જ નહીં પરંતુ સાહિત્યના વિવિધ સ્વરૂપોના નમૂનાઓ આ અભિગમથી તપાસવાનું કામ ચાલુ છે અને ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન' એવું અલગ પુસ્તક થઈ શકશે એવી આશા છે. છેલ્લા ચાર લેખોમાં ગુજરાતીમાં અને ગુજરાતી વિશે અંગ્રેજીમાં પણ જે ભાષાવિચારણા થઈ છે તેનું અવલોકન-સમીક્ષા કરવાનો પ્રયાસ કર્યો છે. માત્ર લેખકો અને તેમનાં પુસ્તકોની યાદી રજૂ કરીને ‘ઘણું ઊંડાણપૂર્વક કે ઘણું વિદ્વત્તાપૂર્ણ, કે ઘણું વૈજ્ઞાનિક’ એવાં વિશેષણો વાપરીને ‘પ્રથમ હરોળમાં સ્થાન મેળવે છે’ કે ‘એકંદરે ઘણી ઉપયોગી કામગીરી બજાવી છે' તેવાં ચીલાચાલુ તારણો પર આવવાને બદલે એમણે રજૂ કરેલા મુદ્દાઓનો સાર આપીને તે વિચારણાને મૂલવવાનો પ્રયાસ કર્યો છે. ઐતિહાસિક, વર્ણનાત્મક અને સૈદ્ધાંતિક એવા મુખ્ય ત્રણ પ્રવાહોમાં થયેલા કામ ઉપરાંત ત્રણ ભાષાવિદો વિશે, સ્વતંત્ર લેખો પણ જોડ્યા છે. બધા જ ભાષાવિદોનું આ રીતનું મૂલ્યાંકન ગુજરાતી ભાષા-વિચારણાની સમીક્ષા રૂપે થઈ શકે. એટલે એક રીતે જુદી જુદી દિશામાં થઈ રહેલા કામનો આ ‘વચગાળાનો અહેવાલ' છે. આપણે ત્યાં લેખો છૂટક પ્રગટ થાય ત્યારે નહીં પણ ગ્રંથસ્થ થાય પછી ચર્ચા શરૂ થાય એવું વલણ છે. ચર્ચા આરંભાશે તો ગમશે.

૩ એપ્રિલ ૧૯૭૫

‘પ્રમોદ’, ૨૨, કરુણા સોસાયટી,

નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩.
યોગેન્દ્ર વ્યાસ