ઉપજાતિ/અર્પણ
Revision as of 05:09, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ| સુરેશ જોષી}} {{Poem2Open}} ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સા...")
અર્પણ
સુરેશ જોષી
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સારવીને મધુ માત્ર લાવું; એવું કરે કોઈક કાલિદાસ, એની ન મારે ધરવી ય આશ. તો આવ સાથે મળ્યું તે જ માણીએ, માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.