ગાતાં ઝરણાં/ધબકાર જેવો...
Revision as of 17:12, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''ધબકાર જેવો'''</big></big></big></center> {{Block center|<poem> દીવાનો બની જા સમજદાર જેવો, મળે યશ જગતમાં તિરસ્કાર જેવો; બને તો કરી લે ગુનો પ્યાર જેવો. <center>*</center>ગણી લક્ષ્યને પગની બેડી તજી દે, ચમકતી જમાના...")
દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો.
ચમકતી જમાનાની કેડી તજી દે;
મળી જાય જો પંથ અણસાર જેવો.
પરોવી રહે કોઈ દૃષ્ટિમાં દૃષ્ટિ,
સમય હોય તલવારની ધાર જેવો.
પડી પણ ગયો હું જગતની નજરથી;
મળી પણ ગયો હાથ આધાર જેવો.
ખુદાઈ ભલે વાત મારી ન માને,
મહોબ્બત ગુનો છે સદાચાર જેવો.
કદી ચંદ્રની હૂંફમાં રાત કાપી,
ધરા પર નથી હું રહ્યો ભાર જેવો.
હૃદયમાં ઊઠે કૈંક તોફાન જેવું :
કિનારો મળી જાય મઝધાર જેવો.
જમાનાને એ વાતની ક્યાં ખબર છે?
‘ગની’, આજ જે શે’ર કાગળ ઉપર છે-
હૃદયમાં હતો કાલ ધબકાર જેવો.
૭-૧૦-૧૯૫૨