સિગ્નેચર પોયમ્સ/કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ
Jump to navigation
Jump to search
'કેવડિયાનો કાંટો
'રાજેન્દ્ર શાહ
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેર–થોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે;
કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે.