કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૧. માઘની પૂર્ણિમા

From Ekatra Wiki
Revision as of 06:52, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. માઘની પૂર્ણિમા| નિરંજન ભગત}} <poem> માઘની પૂર્ણિમારાત્રિનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૧. માઘની પૂર્ણિમા

નિરંજન ભગત

માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતી મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય,
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે. ચાંદની જો રસે!

૧૫-૨-૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૪૭)