અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/હો સાંવર થોરી અંખિયનમૈં
Revision as of 09:11, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, {{space}}{{space}} નાગર સાંવરિ...")
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મેં, દૂજી
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મેૈંને લીનો ગુલાલ;
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કીસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)