અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુકુમાર ત્રિવેદી/ફફડાટ
Revision as of 06:00, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઘરે રજાના દિવસે બપોરે થયું મને કૈં ઠીકઠાક ગોઠવું, ત્યાં છાજલીમા...")
ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સ્હેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.