અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વરસતાં જઈએ

Revision as of 10:12, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલ ને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)