બાળ કાવ્ય સંપદા/દિવાળીના દિવસો
Jump to navigation
Jump to search
જયંત શુક્લ
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1926)
દિવાળીના દિવસો આવ્યા,
નવા નવા ઉમંગો લાવ્યા.
રંગ-બેરંગી કપડાં પહેરી,
નાના મોટા મળવા આવ્યા.
જાતજાતના ભાતભાતના
ફટાકડા ફોડવાને લાવ્યા.
લાલ, પીળા, ભૂરા કંઈ રંગો,
રંગોળી પૂરવાને લાવ્યા.
ખાવા માટે સૌની બાએ,
ઘૂઘરા, પૂરી, ખીર બનાવ્યા.
સાંજ પડે ને સૌના ઘરમાં
ઝગમગતા દીવા સળગાવ્યા.