મર્મર/આવી વસંત વહી જાય

Revision as of 09:17, 14 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આવી વસંત વહી જાય

આવી વસંત વહી જાય
આંગણિયે આવી વસંત વહી જાય.
મ્હોરી મંજરીઓ વિલાય
આંગણિયે આવી વસંત વહી જાય.

{{Gap}]કાનનમાં કોકિલ જો ટહુકે અધીરો
{{Gap}]આ મનમાં મૌન તણાં ખૂંચે છે તીરો,
પૂછતાં બે વાતો શું થાય?—આંગણિયે.

{{Gap}]યૌવનને આંબલિયે આશાની મંજરી
{{Gap}]મ્હોરી ઝૂલંત જુઓ મરકે જરી જરી,
જો જો ના તડકે સૂકાય.—આંગણિયે.

{{Gap}]ફૂટતાં ફૂલોની જુઓ વ્હેતી સુગંધ છે,
{{Gap}]તૂટતાં ઉરોની જુઓ પ્રીતિ અભંગ છે,
બાંધી ના છૂટા થવાય—આંગણિયે.