કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે
Revision as of 09:26, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. અષાઢે|ઉશનસ્}} <poem> અષાઢે તણખલું ના તોડીએ જી, :: એ જી, એ તો ફૂટ...")
૨૬. અષાઢે
ઉશનસ્
અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo
૧૯૬૫
(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)