ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રમણલાલ નાનાલાલ શાહ

From Ekatra Foundation
Revision as of 03:28, 11 July 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રમણલાલ નાનાલાલ શાહ}} {{Poem2Open}} એઓ જ્ઞાતે વીશા લાડ વાણિયા અને વડોદરાના વતની છે. એમનો જન્મ એ જ સ્થળે સન ૧૮૯૮માં થયો હતો. એમના પિતાનું નામ નાનાલાલ હરિલાલ અને માતાનું નામ મહાકોરબા છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રમણલાલ નાનાલાલ શાહ

એઓ જ્ઞાતે વીશા લાડ વાણિયા અને વડોદરાના વતની છે. એમનો જન્મ એ જ સ્થળે સન ૧૮૯૮માં થયો હતો. એમના પિતાનું નામ નાનાલાલ હરિલાલ અને માતાનું નામ મહાકોરબા છે. એમનું લગ્ન સન ૧૯૧૮માં વડોદરામાં સૌ. કંચનગવરી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે વડોદરામાં લીધી હતી. સન ૧૯૧૭ માં મેટ્રીક થયેલા. તે પછી છાપખાનામાં જોડાયલા. તે પછી વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં જોડાઈ થોડા વખત માટે ‘ખેતી અને સહકાર્ય’ નામના સરકારી ત્રિમાસિકના તંત્રી તરીકે કામ કર્યું હતું. ત્યાંથી રાજીનામું આપી છૂટા થઈ વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા, ત્યાંથી ૧ વર્ષ બાદ છૂટા થઇ મુંબાઈમાં જાણીતા લક્ષ્મી આર્ટ પ્રેસમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છ વર્ષ કામ કર્યું. ત્યાંથી વડોદરા પાછા ફર્યા. હમણાં તેઓ શ્રી સયાજી વિજય પ્રેસમાં મેનેજર છે; અને તે કામ સાથે “બાલજીવન” નામનું બાલકો માટેનું એક માસિક એડિટ કરે છે. ગુજરાતીમાં જે ગણ્યાંગાઠ્યાં બાલમાસિકો નિકળે છે, તેમાં ‘બાલજીવન’ તેમાંના વિષયોની વિધવિધતા, સુંદર ચિત્રો અને વિષયોની ગોઠવણી અને સારા છાપકામથી બાળકોને આકર્ષી, તેમનું મન રંજન કરે છે. વળી છેલ્લાં ૧૧ વર્ષથી એકલે હાથે તેઓ તે નભાવી રહ્યા છે, એ આપણી પરિસ્થિતિ વિચારતાં, સંપાદક માટે ઓછું માનાસ્પદ નથી. એ કાર્યમાં એમણે My Magazine–માય મેગેઝીન-ના તંત્રી મી. આર્થર મીને પોતાના આદર્શ સ્થાને રાખ્યા છે; અને એ ઉંચા ધોરણે કામ કરનાર વ્યક્તિ તેના કાર્યમાં ફતેહમંદ થાય જ.

: : એમની કૃતિઓ : :

ગુલરૂ જરીના સન ૧૯૧૭
અરૂણા-વારાંગના કે વીરાંગના?  ”  ૧૯૧૮
પ્રેમની ખુમારી ભાગ ૧  ”  ૧૯૨૦
ભાગ ૨  ”  ૧૯૨૨
સફેદ ઠગ ખંડ ૧  ”  ૧૯૨૫
બાલોપયોગી
આનંદધારા ભાગ ૧ સન ૧૯૨૬
ભાગ ૨  ”  ૧૯૨૭
ભાગ ૩  ”  ૧૯૨૮
ભાગ ૪  ”  ૧૯૨૯
૧૦ સરોવરની સુંદરી  ”  ૧૯૨૮
૧૧ આનંદકુંજ ભાગ ૧  ”  ૧૯૨૯
૧૨ ફુલમાળા ભાગ ૧  ”  ૧૯૨૮
૧૩ ભાગ ૨  ”  ૧૯૨૯
૧૪ સારી સારી વાતો  ”  ૧૯૨૯
૧૫ બિલોરી પહાડ  ”  ૧૯૩૦
૧૬ પા-પા પગલી  ”  ૧૯૩૦
૧૭ દેશ દેશની વીરકથાઓ  ”  ૧૯૩૧
૧૮ હંસ રાણી  ”  ૧૯૨૮
૧૯ બાલ હાસ્ય  ”  ૧૯૨૯
૨૦ દેશ દેશની દંતકથાઓ  ”
૨૧ પ્રધાનપુત્રીનાં પરાક્રમો  ”
૨૨ મીની માશી  ”
૨૩ વાર્તા ગાડી  ”  ૧૯૩૦
૨૪ સાચો સિપાઇ  ”
૨૫ અરબસ્તાની આનંદરજની ભાગ ૧  ”
૨૬ જગતના જવાંમર્દો  ”
૨૭ બાળકોની રંગભૂમિ  ”