ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આશા

Revision as of 23:42, 24 July 2025 by Meghdhanu (talk | contribs)
આશા

સુન્દરમ્

આશા (સુન્દરમ્, ‘પિયાસી’, ૧૯૪૦) સુખી ઘરની તથા માતાપિતા ને ભાઈભાભીના પ્રેમ વચ્ચે ઊછરેલી લાવણ્યવતી આશા પોતાના વિવાહના પ્રસંગે, હવે અજાણ્યા ઘરમાં જવાનું થશે એના ખ્યાલથી જે અજ્ઞાત ભયનો અનુભવ કરે છે તેનું માર્મિક નિરૂપણ લેખકે કર્યું છે. આશાની લાગણીઓની સાથે એની ભાભી રુક્મિણીનું વિરોધમાં મુકાયેલું ચિત્ર કૃતિને વિશેષ રૂપે વેધક બનાવે છે. આ વાર્તાને પછી ‘ઠંડું જીવન’ એ શીર્ષક હેઠળ લેખકે બીજા ખંડમાં વિસ્તારી છે. એમાં હૃદયના ધબકાર વગરનું આશાનું લગ્નજીવન એક ઉપચાર બની રહેવાનું એમ લેખક સૂચવે છે.
જ.ચં.