કળા, સાહિત્ય અને વિવેચન/પ્રકાશકીય

From Ekatra Foundation
Revision as of 01:18, 9 September 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રકાશકીય

સદ્‌. પ્રમોદકુમાર પટેલ સાંગોપાંગ તેમ પૂરા સમયના સહૃદયી વિવેચક હતા. એમણે એકનિષ્ઠ રહીને ઉત્તરોત્તર ચઢિયાતા વિવેચનગ્રંથો આપ્યા છે. તેમ છતાં એમના દેહાવસાન પછી તેમના કેટલાક મૂલ્યવાન વિવેચનલેખો અગ્રંથસ્થ હતા. આ સ્થિતિમાં શ્રી જયંતભાઈ ગાડીત દ્વારા, પ્રમોદકુમારના કળા, સાહિત્ય અને વિવેચન-વિચાર અંગેના અગ્રંથસ્થ લેખો સહિતની એવી દરખાસ્ત આવી કે જો ઉચિત જણાય તો ગુજરાતી સાહિત્ય પરિષદ એ લેખોનું વિવેચનગ્રંથરૂપ પ્રકાશન કરે. આ પ્રકારનાં કાર્યોને પરિષદ પોતાનું કામ સમજીને સ્વીકારે છે. આ ક્ષણે આ કામ સારી રીતે સંપન્ન થયું તેનો આનંદ પ્રકટ કરું છું અને અપેક્ષા રાખું છું, આ વિવેચનગ્રંથ પણ પૂર્વપ્રકાશિત ગ્રંથોની માફક અભ્યાસીઓને ઉપયોગી જણાશે.

માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ