અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ગયા મરણ વખતે
Revision as of 09:42, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગયા મરણ વખતે| બાબુ સુથાર}} <poem> વૈતરણી ઓળંગતાં ગાયના પૂંછડાન...")
ગયા મરણ વખતે
બાબુ સુથાર
વૈતરણી ઓળંગતાં
ગાયના પૂંછડાને બદલે
પૂર્વજનું એક લાકડું પકડેલું
એ હાડકાનો આહાર
હજી યથાવત્ છે
મારી હથેળીમાં
મેં માને પૂછ્યુંઃ
શું કરવાનું
આ હાડકાના આકારને?
માએ કહ્યુંઃ
વટેમાર્ગુ જેમ રસ્તા પર પડતું
પોતાનું પગલું ભૂલી જાય
એમ તું પણ ભૂલી જા એને
હું ભૂલવા ગયો એ હાડકાને
તો એ મારી આંખમાં ઊગ્યું
મેં ફરી એક વાર માને પૂછ્યું:
હવે શું કરું આ હાડકાને?
માએ કહ્યુંઃ
જેને ભૂતકાળ ન હોય
જેને ભવિષ્યકાળ ન હોય
એમાં પધરાવી દે
એ કાગડાને
પછી મેં મારી સામેના દીવાની જ્યોતમાં
પધરાવી દીધું એ હાડકું
હું ત્યારનો જોયા કરું છું
દીવાની જ્યોતમાં
સળગ્યા કરતા
એક કાગડાને.