ધીરેન્દ્ર મહેતાની કવિતા/બળે દીવાની જ્યોત

From Ekatra Foundation
Revision as of 15:20, 19 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧.
બળે દીવાની જ્યોત

હાથમાં લીધાં કલમ ને દોત,
પાસે બળે દીવાની જ્યોત....
રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત!
પાસે બળે દીવાની જ્યોત....
કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત!
પાસે બળે દીવાની જ્યોત....
હાથમાં લીધાં કલમ ને દોત.
૧૯-૧-’૮૪