ધીરેન્દ્ર મહેતાની કવિતા/પહેલાં - પછી
Jump to navigation
Jump to search
૨૫.
પહેલાં - પછી
પહેલાં - પછી
કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં:
હોય છે જુદું જ કેવું રૂપ તારું યાદમાં!
આમ ઓચિંતું થયું શું એ નથી કાંઈ ખબર,
ઘાસ ફૂટી નીકળ્યું પ્હેલા જ આ વરસાદમાં!
કેમ દીવાલો સતત કરતી રહી એનું રટણ,
એમણે શું સાંભળ્યું’તું એવું મારા સાદમાં?
કેમ હું માનું ભલા, કેવી કરે છે વાત આ?
એમ હું બોલી ગયો’તો શું ખરે ઉન્માદમાં!
શું થયું પ્હેલાં કહું છું વાત હું એની બધી,
એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં.
એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં,
કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં
૦૭-૦૬-૧૯૮૩