ધીરેન્દ્ર મહેતાની કવિતા/જન્મદિને
Jump to navigation
Jump to search
૨૭.
જન્મદિને
જન્મદિને
ભીંતે ચીતર્યા લાભશુભ પર કૈંક પોપડા બાઝે જી,
ખરે પોપડા ખરે ઓરડે કેવો એ રવ ગાજે જી!
ફટાસ આંખે જોયા કરતાં બારીકમાડ અંધ જીઃ
વેળ ખરી કે ખર્યા પોપડા, કોનો ખર્યો સંબંધ જી?
માટી પરના આકારો આ બચિયા કોને કાજે જી?
ભીંતે ચીતર્યા લાભશુભ પર કૈંક પોપડા બાઝે જી.
વરોણવંજી અળગાં વચ્ચે ઝૂલે છે અંધારું જી,
એમાંથી આ કાંક ખરીને વળગે છે પરબારું જી!
બ્હાર બધું અકબંધ દીસે ને અંદર આ શું ભાંજે જી?
ખરે પોપડા ખરે ઓરડે કેવો એ રવ ગાજે જી!
૩૧-૮-૧૯૯૭