ધીરેન્દ્ર મહેતાની કવિતા/કક્કો બારાખડી

From Ekatra Foundation
Revision as of 03:32, 21 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૩.
કક્કો-બારાખડી

વેણુબેન શીખે કક્કો-બારાખડી,
અક્ષરો તો પાટી ઉપર કરતા અથડાઅથડી!
ખભે લાકડી લઈને આવ્યો આ બાજુએ ક,
લાકડી ઝૂંટવી લીધી તો બની ગયો એ ડ,
શું થયું કે મોઢું ફેરવી ચાલ્યો ગયો ટ;
પૂંછડી વાળી સામસામા આવ્યા ઠ ઢ.
ગુલાંટ ખાય કોઈ અને કોઈ પડે આમ લથડી,
અક્ષર ધાંધલ-ધમાલ કરતા કરતા અથડાઅથડી!
જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ,
હાથી પેઠે ઊંચી નીચે સૂંઢે બ ને ભ;
ઊંટ થઈને આવ્યા કેવો જુઓ ય ને થ;
ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ.
ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી!
વેણુબેન શીખે કક્કો-બારાખડી.
૪-૨-’૮૨