નયન હ. દેસાઈની કાવ્યસંપદા/તીર સટોસટ એકલાને...

From Ekatra Foundation
Revision as of 16:57, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તીર સટોસટ એકલતાને

તીર સટોસટ એકલતાને એકલપંડે ભચાક ભાભા;
છેદ ગણ્યા તો છંત્રિસ કોટિ શ્વાસના અંકે ભચાક ભાભા.

કાલ ઊઠીને ખુરશીનું રૂપાંતર કો’ એક શરીર રૂપે;
સાંજ પડેને પોલી ભી’તો થરથર કંપે ભચાક ભાભા.

દૂર સુધી રેલાઈ ગયો છું હું, તો થોડાં ઉછાળ મોજા;
નાંખ નહીતંર પ્ડાડ બરફનો મારા સ્ક’ધે ભચાક ભાભા.

હાથ મઝાના પાંદ બનીને ફરફરે ફરકે હળુળઝૂલું;
એમ વિચારું વાડામાંના પીપળા અંગે ભચાક ભાભા.

ડોળા ફરે છે આકાશી પોલાણની માફક દરેક ચહેરો
આમ તો પાછો દરેક ચહેરો મોતને ઝંખે ભચાક ભાલા,

એક, પછી, બે ત્રણના ડંકા ગુરખો કોને સાદ કર છે;
રાત સરકતી જાય ને સુની શચ્યા ડંખે ભચાક ભલા

એક નદીનું શબ કાંઠે લઈ રેતીમાંથી નીકળી જઈએ;
અંત તરસનો ઊજવી દઈએ રંગેસંગે ભચાક ભાભા.