નયન હ. દેસાઈની કાવ્યસંપદા/પરબીડિયું

From Ekatra Foundation
Revision as of 17:23, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરબીડિયું}} {{Block center|<poem>બારીમાંથી સન્ન્ન્ કરતું ઊડી આવ્યું પરબીડિયું રે પરબીડિયું, પરબીડિયું તો નપાણિયા હાથોમાં આવી તરફડિયું રે પરબીડિયું. પરબીડિયું અક્ષરની વસ્તી, પરબીડિય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરબીડિયું

બારીમાંથી સન્ન્ન્ કરતું ઊડી આવ્યું પરબીડિયું રે પરબીડિયું,
પરબીડિયું તો નપાણિયા હાથોમાં આવી તરફડિયું રે પરબીડિયું.

પરબીડિયું અક્ષરની વસ્તી, પરબીડિયું તો પૂર્ણવિરામ, ખળખળનું નામ,
પરબીડિયું વાયા પીડાનો મોજે છાતી આંથનો અંતરિયાળ મુકામ.

કાગળને સત્ ચડે તો કોઈનું રઝળું સરનામું થઈ જાય, આંસુ પણ આળું થઈ જાય,
શબ્દોને સત્ ચડે તો આખેઆખા કાગળને પી જાય, પેનમાં ઊંડે ઊતરી જાય.

પરબીડિયુા, હે પરબીડિયા, લે મોતીનો ચારો, તું ચણ શ્વાસોના હંસોનું ધણ,
વાંભ વાંભ હાથે પંપાળું, તું પંખાળું થાય ભલે હાથોનું રણ.

હવે નપાવટ આંગળીઓની ગમાતરે ગઈ આખી કોમ, ક્યાં શોધું અડક્યાનું જોમ,
ક્યાંય કશો રોમાંચ નહીં, જાણે કહેતું કો વાંચ નહીં, હોય મૂક્યો ના એણાં બૉમ.