ગુજરાતી નારીસંપદા : કવિતા/જેલની દીવાલ

From Ekatra Foundation
Revision as of 02:12, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેલની દીવાલ

નયના પટેલ

બહારથી બળે, અંદરથી રડે.
જેલની આ તોતિંગ દીવાલ
અંદરથી ઝૂરે, બહારથી ખૂલે.
રાત્રિના બિહામણા એકાંતમાં
આંસુનો દરિયો વહે.
પ્રભાતના ઉદાસ અજવાસમાં
બાષ્પ-આંસુની રેતી ઊડે.
આંખોમાં ચહેરો જોવાની ઝંખના
બીજી એક સાંજ ઢળે
ને વેદનાનાં નીર પાછા વળે.
સમય ન કપાય, ન ઘટે, પાંખ વિનાનાં પંખી જેમ ટળવળે.

***