ગુજરાતી નારીસંપદા : કવિતા/છોડને મનવા

From Ekatra Foundation
Revision as of 00:43, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છોડને મનવા

નંદિતા ઠાકોર

અણગમતું કંઈ હોય કશું તે છોડને મનવા,
મનગમતું સાથે લઈ સઘળું જોડને મનવા!

ક્ષણની ઉપર પણ ક્યાં તારો કાબુ સ્હેજે?
દિવસો વર્ષો તણા હિસાબો છોડને મનવા!

તારે લાયક હશે કશું તો તને જ મળશે,
બાકી ફોકટ હાયબળાપા છોડને મનવા!

એની ઈચ્છા પર થોડી શ્રદ્ધા રાખીને,
તારી ઈચ્છાનાં બંધનને છોડને મનવા!

ખુદને જીતવાનું ય હજુ તો બાકી છે ત્યાં,
જગને જીતવાની લાલચ તું છોડને મનવા!

***