ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કવિતા વિવેચન

From Ekatra Foundation
Revision as of 13:11, 24 May 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨ ખ. કવિતા વિવેચન}} <poem> ૧૮૩૩-૧૯૬૩ મહેતા, નવીનચંદ્ર મૂળજીભાઈ, ૧૯૩૮ શીર્ષક : હિંદી ઔર ગુજરાત કી નઈ કવિતા : ૧૮૩૩ સે ૧૯૬૩ (હિંદી), સરદાર પટેલ, ૧૯૬૭ ૧૯૧૬-૧૯૪૭ રાઓલજી, મહિપતસિંહ ફતેહસિં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨ ખ. કવિતા વિવેચન


૧૮૩૩-૧૯૬૩
મહેતા, નવીનચંદ્ર મૂળજીભાઈ, ૧૯૩૮
શીર્ષક : હિંદી ઔર ગુજરાત કી નઈ કવિતા : ૧૮૩૩ સે ૧૯૬૩
(હિંદી), સરદાર પટેલ, ૧૯૬૭

૧૯૧૬-૧૯૪૭
રાઓલજી, મહિપતસિંહ ફતેહસિંહ, ૧૯૫૩–
શીર્ષક : રચનારીતિની દૃષ્ટિએ ગાંધીયુગની ગુજરાતી કવિતા
માર્ગદર્શક : ડૉ. મફત ઓઝા
એમ. એસ. યુનિ. ૧૯૮૮. પૃ. ૪૭૫
આ મહાનિબંધમાં નરસિંહ, દલપત, નર્મદયુગ અને પંડિતયુગના કવિઓની કવિતાની રચનારીતિ તથા ગાંધીયુગની ગુજરાતી કવિતાની રચનારીતિ અને તેની દૃષ્ટિએ સિદ્ધિઓ અને મર્યાદાઓ વર્ણવેલી છે.

૧૯૪૭
ઓઝા, મફતલાલ જીવરામ, ૧૯૪૪-’૯૭
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : વિષય ભાવ અને નિરૂપણની દૃષ્ટિએ
માર્ગદર્શક : રમણલાલ જોશી
ગુજરાત, ૧૯૭૭, પ્રકા. પૃ. ૩૫૨
અહીં સ્વાતંત્ર્ય પૂર્વેની અર્વાચીન કવિતાનો ખ્યાલ આપી સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાનાં વિચ્છેદ બિંદુઓ, કાવ્યવિવેચનના પ્રશ્નો અને પરિભાષા, વિષય, ભાવ અને નિરૂપણ : પારિભાષિક શબ્દો, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાનું કાળગણનાની દૃષ્ટિએ વિભાગી કરણ, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં વિષય, ભાવાલેખન, નિરૂપણ અને તેનું મૂલ્યાંકન સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની સિદ્ધિઓ અને મર્યાદાઓ, તેના મુખ્ય સંગ્રહો, વિવેચનો અને મહત્ત્વના લેખોની સૂચિનો સમાવેશ થયો છે.

બ્રહ્મભટ્ટ, પ્રસાદ (ભગવતી પ્રસાદ) મૂળજીભાઈ-૧૯૫૧
શીર્ષક : રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા
માર્ગદર્શક : ચીમનલાલ ત્રિવેદી, ગુજરાત, ૧૯૭૯-’૮૦
ત્રણ ભાગમાં પ્રકાશિત ૧. રાજેન્દ્ર - નિરંજન યુગની કવિતા, ૧૯૮૨ પૃ. ૪૧૦. જેમાં મહાનિબંધના પ્રથમ ત્રણ પ્રકરણ સમાવિષ્ટ, ૨. ત્રણ વિશિષ્ટ કવિઓ - ૧૯૮૩, પૃ. ૨૦૪. ચોથું પ્રકરણ. જે અંતર્ગત પ્રિયકાંત મણિયાર, હસમુખ પાઠક અને નલિન રાવળની કવિતાની ચર્ચા, ૩. સત્તર સાંપ્રત કવિઓ, ૧૯૮૪, પૃ. ૨૦૩. પાંચમું પ્રકરણ. મહાનિબંધમાં મુખ્યત્વે ૧૯૪૦થી ૧૯૬૫ સુધીની સૌંદર્યાભિમુખ ગુજરાતી કવિતાની તપાસનો ઉપક્રમ. રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવિતાની સર્વાંગીણ છણાવટ. પ્રહલાદ, હરિશ્ચંદ્ર, ઉશનસ્, જયંત પાઠક વગેરે પંદર કવિઓની કવિતાની પણ વિગતે તપાસ. અંતિમ પ્રકરણમાં રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતાની ઉપલબ્ધિઓની ચર્ચા અને તેની પ્રમુખ લાક્ષણિકતાઓની તારવણી.

કક્કડ, અરૂણકુમાર જયંતિલાલ
શીર્ષક : આપણા ચાર વિશિષ્ટ કવિઓ : એક અભ્યાસ
માર્ગદર્શક : હેમંત દેસાઈ
સૌરાષ્ટ્ર, ૧૯૯૩-’૯૪. પૃ. ૫૬૧
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે વિષયનો નિર્દેશ કર્યો છે અને તેનું આયોજન આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે આધુનિકતાનું સ્વરૂપ, આધુનિકતાના પ્રેરકબળો, આધુનિકતા અને આધુનિક કવિતાનાં મુખ્ય લક્ષણો. આધુનિકતા ગુજરાતી કવિતામાં વર્ણવી અને પ્રયોગશીલતા અને કવિતા, આધુનિક ગુજરાતી કવિતામાં પ્રયોગશીલતા આલેખી છે. ચાર વિશિષ્ટ કવિઓમાં સંશોધકે પ્રિયકાંત મણિયારનું જીવન, કવિવ્યક્તિત્વ, વિષયવૈવિધ્ય, કાવ્યઇબારત, મણિયારનાં કાવ્યોમાં આધુનિકતા, પ્રયોગશીલતા વગેરેનું આલેખન કર્યું છે. એ જ રીતે રાવજી પટેલનું કાવ્ય સર્જન આલેખ્યું છે. જેમાં કવિનું જીવન વ્યક્તિત્વ, સ્વરૂપ, વૈવિધ્ય, આધુનિકતા, પ્રયોગશીલતાનું આલેખન કર્યું છે તે ઉપરાંત સંશોધકે મણિલાલ દેસાઈ અને જગદીશ જોશીના કાવ્યોનું મૂલ્યાંકન કર્યું છે. સંશોધકશ્રીએ મહાનિબંધના અંતમાં ચારેય કવિઓ પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ તેમજ જગદીશ જોશીનાં કાવ્યોનું વિશિષ્ટ અધ્યયન કરી રજૂ કર્યા છે અને ચારેય કવિઓના કાવ્યોમાં જોવા મળતું સામ્ય વૈષમ્ય પ્રગટાવ્યું છે.

વ્યાસ, દક્ષા બળવંતરાય, ૧૯૪૧-
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા.
માર્ગદર્શક : જયંત પાઠક
દક્ષિણ ગુજરાત, ૧૯૭૮. પ્રકા. ૧૯૮૧, પૃ. ૩૯૪

સિંહા, મંજુ
શીર્ષક : હિંદી ઔર ગુજરાત કી સ્વાતંત્ર્યોત્તર કાલ કી કવિતા : એક તુલનાત્મક અધ્યયન
(હિંદી). દિલ્હી, ૧૯૭૦
૧૯૬૦-’૭૦

બારૈયા, જશવંતસિંહ જશભાઈ
શીર્ષક : સાઠોત્તરી હિન્દી-ગુજરાતી કવિતા ૧૯૬૦-’૭૦ : એક તુલનાત્મક અભ્યાસ (હિન્દી)
સરદાર પટેલ, ૧૯૭૩

અધ્યાત્મ કવિતા
આચાર્ય, મોહિની દેવેન્દ્રકુમાર
શીર્ષક : ગુજરાતી અધ્યાત્મ કવિતા (સુંદરમ, રાજેન્દ્ર શાહ અને મકરંદ દવેની અધ્યાત્મ કવિતાના પરિપ્રેક્ષ્યમાં)
માર્ગદર્શક : સુધાબહેન નિરંજનભાઈ પંડ્યા
એમ. એસ. યુનિ. ૧૯૯૭, પૃ. ૪૨૨+૭
આ મહાનિબંધના પ્રથમ પ્રકરણમાં અધ્યાત્મમીમાંસા તેની પરિભાષા, ઉદ્ભવ, વિકાસ, અધ્યાત્મ સાધના તથા ભારતીય સાહિત્ય પ્રણાલીમાં અધ્યાત્મ કવિતાની પરંપરા અને તેનો આંતરસંબંધ વર્ણવેલ છે. બીજા પ્રકરણમાં સુંદરમની કવિતાનાં અધ્યાત્મ નિરૂપણ તથા તેનાં ઘડતર પરિબળો, કુટુંબ-શિક્ષણ, સાહિત્ય-વિભૂતિપ્રભાવ- સંપ્રદાય, આધ્યાત્મવિકાસ યાત્રા વર્ણવેલ છે. ત્રીજા પ્રકરણમાં રાજેન્દ્ર શાહની કવિતામાં કુટુંબ, શિક્ષણ-સાહિત્ય, વિભૂતિપ્રભાવ, સંપ્રદાય વગેરેનું વર્ણન છે. પ્રકરણ ૪માં મકરંદ દવેની કવિતામાં તેમના કુટુંબ, શિક્ષણ, સાહિત્ય વિભૂતિપ્રભાવ, સંપ્રદાય, તરણા, જયભરી, ગૌરજ, સુરજમુખી વગેરેનું વર્ણન કરી સમગ્ર તુલનાત્મક પરીક્ષણ દર્શાવેલ છે.

અંગ્રેજી
મણિયાર, ઉમેદભાઈ મોતીચંદ, ૧૯૦૯
શીર્ષક : ગુજરાતી કવિતા પર અંગ્રેજી અસર
(અંગ્રેજી), એમ. એસ. યુનિ., ૧૯૬૩, પ્રકા. ૧૯૬૯, પૃ. ૨૫૦

ઊર્મિકવિતા
દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ, ૧૯૩૨-
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં લિરિક : કાન્ત, નાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર અને નિરંજન – એ છ અર્વાચીન ગુજરાતી કવિઓના અધ્યયન સાથે. મુંબઈ, ૧૯૬૯

દવે માયા ગિરીશ
શીર્ષક : ડેવલપમેન્ટ ઑફ હ્યુમન લિરિક્સ એન્ડ ઇમોશનલ ટ્રાન્ઝિશન ઑફ ગુજરાતી લિરિક-પોએટ્સ,
મુંબઈ, ૧૯૯૮

શુક્લ, દિવ્યાક્ષી દિવાકર, ૧૯૪૧
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં લિરિક. મુંબઈ, ૧૯૭૦
માર્ગદર્શક : રામપ્રસાદ બક્ષી

કરુણપ્રશસ્તિ
રામી, કાંતિલાલ શિવરામ
શીર્ષક : ગુજરાતી કરુણપ્રશસ્તિઓનું આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : રમણલાલ જોશી
ગુજરાત, ૧૯૭૫, પૃ. ૪૩૦
અધ્યયન વિષયને કુલ છ પ્રકરણોમાં વહેંચીને સમગ્રદર્શી અને ઘનિષ્ઠ અભ્યાસ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રકરણમાં સાહિત્યસ્વરૂપનો વિભાવ : કરુણપ્રશસ્તિના સ્વરૂપની વિલાપકાવ્યોથી ભિન્નતા દર્શાવી છે. બીજા પ્રકરણમાં કરુણપ્રશસ્તિના સ્વરૂપનો વિકાસ, ત્રીજા પ્રકરણમાં કરુણપ્રશસ્તિના સ્વરૂપની વ્યાખ્યા અને લક્ષણો, ચોથા પ્રકરણમાં ગુજરાતી સાહિત્યમાં કરુણપ્રશસ્તિઓ, પાંચમા પ્રકરણમાં ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તતી કરુણપ્રશસ્તિની સિદ્ધિઓ અને મર્યાદાઓ અને છેલ્લે છઠ્ઠા પ્રકરણમાં ઉપસંહારમાં કરુણપ્રશસ્તિની શક્યતાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

કલ્પન
પટેલ, ગજાનન
શીર્ષક : કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય : મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર અને રમેશ પારેખની કવિતામાં
માર્ગદર્શક : ડૉ. જયાનંદ જોશી
દક્ષિણ ગુજરાત, ૧૯૯૮

પટેલ, હસમુખ દેસાઈભાઈ, ૧૯૩૮–
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકનો વિનિયોગ.
માર્ગદર્શક : જયંત પાઠક
દક્ષિણ ગુજરાત, ૧૯૮૬. પ્રકા. ૧૯૯૨., પૃ. ૨૧૬
પ્રકરણ-૧. અર્વાચીન ગુજરાતી કવિતા : કલ્પન અને પ્રતીકના સંદર્ભે, પ્રકરણ-૨. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : ભૂમિકા, પરિબળો અને વિકાસ, પ્રકરણ-૩. કાવ્યમાં અલંકાર, પ્રકરણ-૪. કાવ્યમાં કલ્પન, પ્રકરણ-૫. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પનનો વિનિયોગ, પ્રકરણ-૬. કાવ્યમાં પ્રતીક, પ્રકરણ-૭. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીકનો વિનિયોગ, પ્રકરણ-૮. ઉપસંહાર. શોધપ્રબંધમાં કલ્પન, પ્રતીકની સૈદ્ધાંતિક ચર્ચા થઈ છે અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં તેના વિનિયોગની સદૃષ્ટાંત તપાસ થઈ છે.

વડગામા, નિતીન ૨.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન.
માર્ગદર્શક : પ્રભાશંકર રા. તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૮. પૃષ્ઠ સંખ્યા : ૨૦૨
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધક શ્રીએ પ્રારંભમાં વિષયની રૂપરેખા આપી તેની અધ્યયન પદ્ધતિ સમજાવી છે. ત્યારબાદ કલ્પનને એક સંજ્ઞા તરીકે ઓળખાવી સમ્પ્રત્યય કરાવ્યું છે. કાવ્યમાં કલ્પન દ્વારા અભિવ્યક્તિ કેવી રીતે થાય તે સમજાવીને કલ્પન અને બીજી કલ્પનની નજીક હોય એવી સંજ્ઞાઓનો સંબંધ અને તેનું સામ્ય-વૈષમ્ય બતાવ્યું છે. ત્યારબાદ સંશોધકે ગુજરાતી કવિતા સાહિત્યનાં અન્ય કાવ્ય પ્રકારોમાં કલ્પન યોજાયા છે તેની વાત કરી છે. જેમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતમાં કલ્પન, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલમાં કલ્પન, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી અછાંદસ કવિતામાં કલ્પન, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સોનેટ તથા અન્ય લઘુ સ્વરૂપોમાં કલ્પન, અને છેલ્લે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન પ્રયોજીને મહાનિબંધની પૂર્ણાહુતિ કરી છે.

કવયિત્રીઓ
પરીખ, ગીતા સૂર્યકાંત, ૧૯૨૯-
શીર્ષક : નર્મદયુગથી સને ૧૯૮૨ સુધીનો સ્ત્રી-કવિઓના કવનનો અધ્યયન-આલેખન.
માર્ગદર્શક : ધીરુભાઈ પરીખ
ગુજરાત, ૧૯૮૭-૮૮
કાલિદાસ
પંડ્યા, રામચંદ્ર નારાયણજી, ૧૯૧૮-
શીર્ષક : ગુજરાતીમાં કાલિદાસ
એમ. એસ. યુનિ. ૧૯૬૫. પૃ. ૯૩૪+૩૨
ભારતના રાષ્ટ્રકવિ કાલિદાસની કૃતિઓની મોહિની અને તેમણે માનવ હૃદયના સનાતન ભાવોને કાવ્યસાહિત્ય વિણાના તાર પર ઝંકૃત કર્યા છે. આ મહાનિબંધમાં કવિ કાલિદાસના જન્મ, નિવાસસ્થાન, જીવન, વ્યક્તિત્વ, વિદ્વતાનું વર્ણન તથા તેમના જુદાજુદા અનુવાદો મૂળ સાથે તુલના તથા અલગ અલગ કવિઓએ કરેલા અનુવાદોમાંથી વિસ્તૃત અવતરણો સાથેનું મૂલ્યાંકન તેમજ તુલના આ ઉપરાંત કુમાર સંભવનો મહાકાવ્ય તરીકે પરિચય. રઘુવંશ, તેનું કથાવસ્તુ, કાલિદાસની પરિણત પ્રજ્ઞાનું ફળ તેના અનુવાદો, તુલના અને મૂલ્યાંકન. માલવિકાગ્નિમિત્ર નાટક : તેનું વસ્તુ, તેના અનુવાદો, તુલના અને મૂલ્યાંકન. વિક્રમોર્વશીય નાટક – તેનું વસ્તુ - તેના મૂળકથાનકમાં કવિએ કરેલા ફેરફાર તેનો ઔચિત્ય અનુવાદ મૂળ સાથે તુલના અને મૂલ્યાંકન. શાકુંતલનું વિષયવસ્તુ, જીવનદર્શન, પાત્રો અનુવાદો ગુણવત્તા અને સફળતાના વિચારોનો સમાવેશ થયેલ છે.

કાવ્યબાની
જુઓ ભાષા

કૈવલાદ્વૈત
ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ, ૧૯૧૧
શીર્ષક : ગુજરાતી કવિતામાં કેવલાદ્વૈત.
એમ. એસ. યુનિ., ૧૯૫૨,
પ્રકા. ૧૯૫૮, પૃ. ૨૪+૨૩૨

ખંડકાવ્ય
મોદી, ચીનુભાઈ ચંદુલાલ, ૧૯૩૯–
શીર્ષક : ગુજરાતી ખંડકાવ્ય : ઉદ્ભવ વિકાસ
માર્ગદર્શક : મોહનભાઈ શં. પટેલ
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૯, પ્રકા. ૧૯૭૩, પૃ. ૩૫૨
અર્વાચીન ગુજરાતીમાં ખંડકાવ્યનો ઉદ્ભવ, વિકાસ તેના લક્ષણો વગેરેનો તલસ્પર્શી અભ્યાસ અહીં સાત પ્રકરણોમાં થયો છે. કાન્ત દ્વારા ઉદ્ભવેલા આ સાહિત્ય સ્વરૂપની માવજત અન્ય કવિઓએ કેવી રીતે અને કેમ કરી છે તેનો વિવેચનાત્મક અભ્યાસ આ મહાનિબંધમાં થયો છે.

સટ્ટાવાલા, નિરંજના મહેન્દ્ર, ૧૯૩૯
શીર્ષક : ખંડકાવ્ય અને તેનો ગુજરાતી સાહિત્યમાં વિકાસ.
મુંબઈ, ૧૯૬૮

ગઝલ
બલોચ, કાસમ નૂરમહંમદ ‘જખ્મી’
શીર્ષક : ‘ઘાયલ’, ‘મરીઝ’ તથા ‘બેફામ’ની ગઝલોનું તુલનાત્મક અધ્યયન
માર્ગદર્શક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રથમ બે પ્રકરણમાં ગઝલના સ્વરૂપ અને વિકાસની ચર્ચા કર્યા પછી સંશોધકે ત્રણ પ્રકરણોમાં ‘ઘાયલ’, ‘મરીઝ’ તથા ‘બેફામ’ની ગઝલોનો અભ્યાસ કર્યો છે અને અંતિમ પ્રકરણમાં આ ત્રણે ગઝલકારોનો તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કર્યો છે.

ભદુરિયા, એસ. બી.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર હિંદી-ગુજરાતી ગઝલ : તુલનાત્મક અધ્યયન
(હિંદી). ગુજરાત, ૧૯૮૯-૯૦

મીર, રશીદ કમાલુદ્દીન, ૧૯૫૦-
શીર્ષક : ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા
માર્ગદર્શક : લવકુમાર દેસાઈ
એમ. એસ. યુનિ. ૧૯૯૦-’૯૧, પ્રકા. ૧૯૯૨, પૃ. ૨૧૫
આ મહાનિબંધમાં ૧૯૪૨થી ૧૯૯૨ સુધીની ગઝલના વળાંકો ઉપરાંત ગઝલના વિકાસનો આલેખ છે. ગુજરાતી ગઝલના વિવિધ તબક્કાઓની અહીં ચર્ચા કરી પ્રત્યેક તબક્કામાં પ્રગટેલા ઉન્મેષો અને નોંધપાત્ર ગઝલકારોના કતૃત્વની નોંધ લેવામાં આવી છે. વળી મધ્યપૂર્વ, પશ્ચિમ અને પૂર્વના કાવ્યશાસ્ત્રના સંદર્ભે સૌંદર્યલક્ષી અભિગમની તુલનાત્મક ચર્ચા પણ આરંભે કરવામાં આવી છે.

લાલ, હરેશ ગોરધનદાસ, ૧૯૫૫-
શીર્ષક : ‘ગુજરાતી ગઝલ : ગતિ અને ગરિમા’
માર્ગદર્શક : હેમંત દેસાઈ
સૌરાષ્ટ્ર, ૧૯૯૦. પૃષ્ઠ સંખ્યા : ૪૬૪
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે સાત પ્રકરણોમાં વિભાજીત કર્યો છે. પ્રથમ પ્રકરણમાં ગઝલની લોકપ્રિયતા, લોકપ્રિયતાના કારણો અને ગઝલનો વધેલો વ્યાપની વાત કરી અને ગઝલનું સર્જન અને વિવેચન, ગઝલની અધ્યયન ક્ષમતાની વાત આલેખી છે. પ્રકરણ-૨માં ગઝલનું મૂળ, ગઝલની વ્યાખ્યા, ગઝલમાં પ્રગટતા વિવિધ ભાવો, ગઝલનું બાહ્યસ્વરૂપ એટલે કે રચના, ગઝલનું આંતરરૂપ એટલે રંગની વાત કરી ગઝલનાં સ્વરૂપગત લક્ષણો આલેખ્યાં છે. ગુજરાતી ગઝલનું સમગ્રદર્શી મૂલ્યાંકન સંશોધકે સારી રીતે ઉપસાવ્યું છે. જેમાં મધ્યકાળની ગઝલો, અર્વાચીન કાળની ગઝલો, બાળાશંકર અને મણિલાલની ગઝલો, શયદા અને તેમના સમકાલીનો, શયદાથી મરીઝ, છેલ્લો પ્રવાહ, કવિ ગઝલકારોની ગઝલનું સમગ્રદર્શી મૂલ્યાંકન કર્યું છે. પ્રકરણ ૪માં સંશોધકે ગુજરાતી ગઝલની ગતિની વાત કરી છે. જેમાં શયદા પૂર્વના ગઝલકારો, મધ્યકાળના જૈન કવિઓ અને દયારામ, અર્વાચીનકાળનાં પારસી કવિઓ અને નર્મદ, ગઝલના ખરામંડાણ-બાલશંકર અને મણિલાલ, કલાપી અને અન્યની વાત આલેખી છે. પ્રકરણ પમાં સંશોધકે ગુજરાતી ગઝલની ગતિમાં ‘શયદા’ પછીના ગઝલકારોની વાત કરી છે. જેમાં શયદા અને તેમના સમકાલીનો, પરંપરાનિષ્ઠ મુખ્ય ગઝલકારો, પરંપરાનિષ્ઠ અન્ય કવિઓ, મુશાયરાપ્રેરિત અન્ય ગઝલકારો કવિ ગઝલકારોનો ગુજરાતી ગઝલનાં વિકાસમાં ફાળો આલેખ્યો છે. પ્રકરણ-૬માં સંશોધકે ગઝલની ગતિમાં ‘મરીઝ’ પછીનાં ગઝલકારોની વાત આલેખી છે. જેમાં નવી ગઝલોના પ્રયોગો અને સિદ્ધિ, પ્રયોગશીલ મુખ્ય ગઝલકારો અન્ય પ્રયોગશીલ ગઝલકારો અને છેલ્લા પ્રવાહની ગઝલો આલેખી છે. આ મહાનિબંધના અંતમાં પ્રકરણ-૭માં સંશોધકે ગઝલની ગરિમા, ગૌરવ અને પ્રતિષ્ઠાનું આલેખન કર્યું છે.

વહોરા, સફાકત સૈફુદ્દીન
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલ
માર્ગદર્શક : ડૉ. નરેશ એલ. વેદ. સરદાર પટેલ, ૧૯૯૧
આ મહાનિબંધમાં ૧૯૪૭થી ૧૯૮૭ સુધીના સમયગાળા દરમિયાન રચાયેલી ગઝલોનો અભ્યાસ થયો છે. પ્રથમ પ્રકરણમાં સંજ્ઞા અને સંપ્રત્યયમાં ગઝલના કલાસ્વરૂ૫ વિશે ઉદાહરણ સહિત વિશદપણે વાત કરીને ગઝલ સ્વરૂપની વ્યાવર્તીક વિશેષતાઓ સ્કૂટ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજા પ્રકરણમાં ગઝલનો ઉદ્ભવ-વિકાસ આપ્યો છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલનો રૂપરચનાવાદી અને ભાષાલક્ષી વિવેચનાત્મક અભિગમ વડે અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. ટૂંકમાં આ અધ્યયન ચોક્કસ સમયગાળાની ગઝલ પ્રવૃત્તિની સમીક્ષા કરવાનો હેતુ રાખે છે : પ્રકરણ-૧: સંજ્ઞા અને સંપ્રત્યય, પ્રકરણ : ૨માં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલનો ઐતિહાસિક અભિગમથી અભ્યાસ, પ્રકરણ-૩માં સ્વાતંત્ર્યોત્તર ગઝલનો રૂપવાદી અભિગમથી અભ્યાસ, પ્રકરણ-૪માં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલનો ભાષાલક્ષી અભિગમથી અભ્યાસ, પ્રકરણ-૫માં ઉપસંહાર. ૬ પરિશિષ્ટોમાં ગઝલની પરિભાષા ગઝલના સંપાદનો, કાવ્યસંગ્રહોની સૂચિ, સંદર્ભસૂચિ લેખો ગ્રંથો વગેરે..

ગીતો
અલૈયા, જમનાદાસ શાંતિલાલ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગીતરચનાઓ
માર્ગદર્શક : જે. સી. દવે : સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧. પૃષ્ઠ : ૩૩૦
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે ગીતનો ઉદ્ભવ જણાવી ગીતની વિકાસરેખા આલેખી છે. ત્યાર બાદ સ્વાતંત્ર્યોત્તર ગીતોમાં જોવા મળતી પ્રકૃતિ, પ્રણય અને ભાવપ્રતીકો આલેખ્યા છે. સંશોધકે ગીતકાર કવિઓ અને તેમની વિશેષતાઓ આલેખી છે. જેમાં રાજેન્દ્રશાહનાં પ્રેમગીતો, રાધાકૃષ્ણ વિષયક ગીતો, પ્રકૃતિ ગીતો આલેખ્યાં છે. તેજ રીતે નિરંજન ભગતનાં પ્રેમગીતો, પ્રકૃતિગીતો, નગરગીતો, હરીન્દ્ર દવેનાં પ્રેમગીતો, ભાવપ્રતીક ગીતો, પ્રકૃતિગીતો. સુરેશ દલાલનાં પ્રેમગીતો, ભાવપ્રતીક રચનાઓ, પ્રિયકાંત મણિયારનાં પ્રેમગીતો, ભાવપ્રતીક રચનાઓનું આલેખન કર્યું છે. અંતમાં બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે,. ઉશનસ્, જયંત પાઠક, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, જગદીશ જોશી, નલિન રાવળ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ, માધવ રામાનુજ વગેરેની ગીતરચનાનો આછેરો ખ્યાલ આપ્યો છે.

પરમાર, જે, જી.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતના ત્રણ દાયકા, સ્વરૂપ અને વિકાસ, ભાવનગર, ૧૯૯૦
માર્ગદર્શક : જયંત વ્યાસ

પટેલ, મનોરમા ધીરેન્દ્ર
શીર્ષક : રાધાકૃષ્ણ વિષયક ગુજરાતી કવિતા ૧૯૫૬-૧૯૮૫
માર્ગદર્શક : એન. કે. પંડ્યા ‘ઉશનસ્’
દક્ષિણ ગુજરાત, ૧૯૯૨

બ્રહ્મભટ્ટ, ભગીરથ આર.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસાહિત્ય - એક અધ્યયન
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ, સરદાર પટેલ, ૧૯૯૨
આ મહાનિબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતકવિઓને કેન્દ્રમાં રાખી ગીત સાહિત્યસ્વરૂપનો અભ્યાસ થયો છે. પ્રકરણ ૧માં અભિજાત ગીત સાથેનું અભિસંધાન લોકગીત, પ્રકરણ-૨માં અભિજાત ગીત-સ્વરૂપ ચર્ચા, પ્રકરણ : ૩માં ગુજરાતી ગીત સાહિત્યના વિકાસ તબક્કાઓ, પ્રકરણ : ૪, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત : બદલાતું સ્વરૂપ અને બદલાતાં વહેણો, પ્રકરણ-૫ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત : પૂર્વતબક્કો પ્રકરણ-૬ : સ્વાતંત્ર્યોત્તર ગીત : ઉત્તર તબક્કો – એક. પ્રકરણ ૭ : સ્વાતંત્ર્યોત્તર ગીત ઉત્તર તબક્કો - બે. પ્રકરણ-૮ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતનું પ્રતિનિધિત્વ કરતાં પસંદગીના ગીતોનો આસ્વાદ. પ્રકરણ : ૯ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત સાહિત્ય : અધ્યયનનાં તારણો અને સમગ્રલક્ષી ઉપસંહાર, પરિશિષ્ટ અને સંદર્ભોની સૂચિ

ભટ્ટ, કનૈયાલાલ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતકવિતા : સ્વરૂપ, વિકાસ અને મુખ્ય સીમાસ્તંભો
માર્ગદર્શક : રમણીકલાલ છ. મારુ
સૌરાષ્ટ્ર, ૧૯૯૭. પ્રકા. ૧૯૯૮, પૃ. ૧૬૦
ચાર ખંડ અને ચોવીસ પ્રકરણોમાં વિભક્ત આ મહાનિબંધના પ્રથમ ખંડમાં સંસ્કૃત ગીતકવિતા પાશ્ચાત્ય લિરિકનો ઉદ્ભવ. ગીતકાવ્ય સ્વરૂપની ચર્ચા. બીજા ખંડમાં મધ્યકાળના પદ્યગીતકવિતાની વિકાસરેખા તેમજ અર્વાચીન ગીતકવિતાની રૂપરેખા. ત્રીજા ખંડમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતકવિતાની વિકાસરેખા. ચોથા ખંડમાં હરીન્દ્ર, ભાનુપ્રસાદ, અનિલ, રમેશ, માધવ અને વિનોદની ગીતકવિતાની સમીક્ષા.

દીર્ઘ કવિતા
પંડ્યા, નલિન
વિષય : અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની દીર્ઘરચનાઓ,
માર્ગદર્શક : ધીરુ પરીખ, ગુજરાત ૧૯૯૩.
પ્રકા. ૧૯૯૫, પૃ. ૩૧૧
પ્રથમ પ્રકરણમાં દીર્ઘકાવ્યની વિભાવના સ્પષ્ટ કરી સંશોધકે પછીનાં ત્રણ પ્રકરણોમાં અનુક્રમે સુધારક, પંડિત અને ગાંધીયુગનાં દીર્ઘકાવ્યોનો ચિતાર આપ્યો છે. પાંચમાં પ્રકરણમાં અનુગાંધી અને આધુનિક દીર્ઘકાવ્યોનો ચિતાર અપાયો છે. એમનો અભ્યાસ મુખ્યત્વે કાવ્યવસ્તુગત અને રચનારીતિગત રહ્યો છે.

રાવલ, દીપક હિંમતલાલ
શીર્ષક : અદ્યતન દીર્ઘકવિતા
માર્ગદર્શક : સતીશ વ્યાસ, ગુજરાત, ૧૯૯૧
પ્રકા. વર્ષ - ૧૯૯૪, પૃ. ૩૩૨
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં ઉમાશંકર જોશીની કૃતિ ‘છિન્ન બિન્ન છું’થી અછાંદસ દીર્ઘકાવ્યોની પરંપરા શરૂ થઈ. અદ્યતન દીર્ઘકવિતાની વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસની યથોચિત ચર્ચા કરવામાં આવી છે. મુક્ત દીર્ઘકવિતાનો ઉદ્ભવ અને વિકાસ સ્વાતંત્ર્યોત્તર સમયમાં થયો છે. ગુજરાતી સાહિત્યમાં મુક્ત દીર્ઘકવિતાને સ્થાપવામાં સિતાંશુનું પ્રદાન મહત્ત્વપૂર્ણ ગણાય એવું છે. અછાંદસ દીર્ઘકવિતાની વિશેષતાઓને તપાસી અને તે સતત વિકસતા રહેવાની ક્ષમતા ધરાવતો કાવ્ય પ્રકાર છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં આ કાવ્યપ્રકારનું મહત્ત્વનું સ્થાન છે તેનો અભ્યાસ થયો છે.

નવીકરણ, સમાંતરતા અને વિચલન
મહેતા, અલ્પા
શીર્ષક : ‘નવીકરણ’, ‘સમાંતરતા’ અને ‘વિચલન’ – સુંન્દરમ્, નિરંજન ભગત, જયંત પાઠક, રાવજી અને રમેશ પારેખની કવિતાના વિશિષ્ટ સંદર્ભે એક અભ્યાસ.
માર્ગદર્શક : હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’
એમ. એસ. યુનિ. ૧૯૯૬, પૃ. ૩૮૧
આ મહાનિબંધમાં મૌલિક સંશોધનનું નિવેદન, નવીનીકરણ, સમાંતરતા અને વિચલનની સિદ્ધાંત ચર્ચા તથા સુંદરમ્, નિરંજન ભગત, જયન્ત પાઠક, રાવજી અને રમેશ પારેખની કવિતામાં નવીનીકરણ, સમાંતરતા અને વિચલનનું વિવેચન કરવામાં આવ્યું છે.

નિર્ગુણકવિતા
ધીર, સુશીલા
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે નિર્ગુણકાવ્ય કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), આગ્રા, ૧૯૬૨.

પ્રકૃતિ નિરૂપણ
દેસાઈ, હેમંત ગુલાબભાઈ, ૧૯૩૪–
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી
ગુજરાત, ૧૯૭૮-’૭૯. પ્રકા. ૧૯૮૨, પૃ. ૪૮૨
‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ’ એ વિષય વિસ્તૃત હોઈ એની સામગ્રીની મર્યાદા ૧૮૬૨થી ૧૯૬૨ સુધી બાંધી તેનો અભ્યાસ થયો છે. અને તેમાં પ્રકૃતિકાવ્ય અને કાવ્યમાં પ્રકૃતિ એ બે મુખ્ય પ્રદેશોને અનુલક્ષીને મહાનિબંધ તૈયાર કરાયો છે. ઋગ્વેદ, રામાયણ મહાભારતમાં પ્રકૃતિનિરૂપણ, પ્રકૃતિનો કામ્ય વૈભવ - લક્ષણ વિચાર પ્રાકૃત કવિતા – અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતીની પરંપરા, લોકકવિતાની પરંપરા - રોમેંટિક કવિતા વગેરેનો અભ્યાસ થયો છે.

મહેતા, મધુસૂદન રામપ્રસાદ
શીર્ષક : આધુનિક હિંદી ઔર ગુજરાતી કવિતા મેં પ્રકૃતિનિરૂપણ
(હિંદી) સરદાર પટેલ, ૧૯૭૫

પ્રગતિવાદ
સિંહ, ગુલનચંદ ઇન્દ્રાસન
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી પ્રગતિવાદી કાવ્ય કા તુલનાત્મક અધ્યયન
(હિંદી)., સરદાર પટેલ, ૧૯૭૩

પ્રણય નિરૂપણ
પટેલ, મણિલાલ હરિદાસ, ૧૯૪૯
અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ શીર્ષક :
માર્ગદર્શક : ધીરુભાઈ પી. ઠાકર
ગુજરાત, ૧૯૭૮-’૭૯. પૃ. ૩૮૪
કવિતાને અને પ્રેમ વિષયને ઘણો જૂનો અને નિકટનો સંબંધ. પ્રેમને અને જીવનને મૂળગત સબંધ. જ્યારે કવિતાને અને જીવનને સંસ્કારગત સંબંધ છે જ. મધ્યકાલીન કવિતામાં ભક્તિશૃંગાર, પ્રણય તેનો જીવન અને કવિતા સાથેનો સંબંધ, પ્રેમની વ્યાખ્યા, ફિલસુફી, નર્મદયુગમાં દલપતરામની કવિતા પ્રેમની કવિતાનો પાદુર્ભાવ, નર્મદની પ્રણય કવિતાનો અભ્યાસ સાથે પંડિત યુગ ગાંધી યુગના કવિઓની કવિતાઓ તેમાં પ્રણય નિરૂપણ અંગ્રેજી અરબી, ફારસી તથા સંસ્કૃતની અસરો અને ૪૦ પછીની કવિતાનો અભ્યાસ થયો છે.

મહેતા, તરુલતા ડી.
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ
માર્ગદર્શક : પ્રા. જશભાઈ કા. પટેલ અને પ્રા. જશવંત શેખડીવાળા સરદાર પટેલ, ૧૯૭૮, પ્રકા. ૧૯૮૩, પૃ. ૪૧૪
અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રણયભાવનાનું નિરૂપણ એ આ મહાનિબંધનો વિષય છે. પ્રણય એટલે શું? તેની મીમાંસા કરીને ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક અભિગમની ચર્ચા કરી છે. ભારતીય સાહિત્યની પ્રણાલિમાં પ્રણયનિરૂપણ કેવું છે? તેની અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રણયનિરૂપણ પર કેવી અસર પડી છે. વગેરે પ્રશ્નોની છણાવટ થઈ છે. પ્રથમ પ્રકરણમાં પ્રણયમીમાંસા આપીને બાકીના પ્રકરણોમાં યુગ પ્રમાણેની કવિતામાં પ્રણયનિરૂપણ વિશે સવિસ્તાર ચર્ચા છે. પ્રથમ પ્રકરણ : પ્રણય મીમાંસા, પ્રકરણ ૨ : સુધારાયુગની કવિતામાં પ્રણયનિરૂપણ; પ્રકરણ-૩માં પંડિતયુગની મસ્તરંગી કવિતામાં પ્રણયનિરૂપણ, પ્રકરણ ૪ : પંડિતયુગની ‘સંસ્કૃતિરંગી’ કવિતામાં પ્રણયનિરૂપણ, પ્રકરણ ૫ : બ-ક ઠાકોરની કવિતામાં પ્રણયનિરૂપણ, પ્રકરણ-૬ : ગાંધીયુગની કવિતામાં પ્રણયનિરૂપણ, પ્રકરણ - ૭ : અનુગાંધીયુગની કવિતામાં પ્રણયનિરૂપણ, પ્રકરણ ૮માં અદ્યતન કવિતામાં પ્રણય નિરૂપણ ઉપસંહાર. દરેક યુગનો પ્રણય પ્રત્યેનો અભિગમ, તે યુગના મુખ્ય-ગૌણ કવિઓ, તેમની કવિતામાં થયેલું પ્રણયનિરૂપણ, નિરૂપણમાં બાની, અલંકાર, કલ્પન, પ્રતીક, લય, ઢાળ, યા રાગ અને છંદ સ્વરૂપ પરત્વે થયેલા પરિવર્તન તેમની સિદ્ધિ-મર્યાદાઓ આ મહાનિબંધમાં છે.

પ્રતીક
ઉપાધ્યાય, ઉષાબહેન ઘનશ્યામભાઈ, ૧૯૫૬–
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીકાયોજના
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૮૨. પૃ. ૪૩૯
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રની દૃષ્ટિએ પ્રતીકનું મહત્ત્વ સમજાવ્યું છે. ત્યારબાદ પ્રતીક અને અન્ય સમીપવર્તી પારિભાષિક સંજ્ઞાઓ દર્શાવી તેમાં જોવા મળતું સામ્યવૈષમ્ય દર્શાવ્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ત્યારબાદ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીકની વિગતવાર વાત કરી છે અને ગુજરાતી કવિતામાં પ્રતીકનો આરંભ કેવી રીતે થયો તે અને તે દ્વારા પ્રગટતા વિવિધ ઉન્મેષો વર્ણવ્યા છે અને મહાનિબંધના અંતે ગુજરાતી પ્રતીકવાદી કવિતાની વિસ્તૃતતા દર્શાવી નિબંધની સમાપ્તિ કરી છે.

પટેલ, હસમુખ દેસાઈભાઈ, ૧૯૩૮
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકનો વિનિયોગ.
દક્ષિણ ગુજરાત, ૧૯૮૬

ભક્તિ
ગોહિલ, નાથાભાઈ ઉકાભાઈ, ૧૯૪૮–
શીર્ષક : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ.
માર્ગદર્શક : રમેશચંદ્ર એમ. શુકલ, સૌરાષ્ટ્ર, ૧૯૮૪.
પ્રકા. ૧૯૮૭, પૃ. ૪૪૮
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ હરિજનો અને તેમનું સામાજિક જીવન, હરિજનોની ધર્મશ્રદ્ધા અને નિજારપંથની વિસ્તૃતતા આલેખી છે. ત્યારબાદ ભજનવાણીને એક અલગ સાહિત્યપ્રકાર તરીકે વર્ણવી હરિજન ભક્તોની વાણીમાં રહસ્યતત્ત્વ બતાવ્યું છે.
સંશોધકશ્રીએ પ્રસ્તુત મહાનિબંધમાં અંતે સવર્ણસંત કવિઓ સાથેની હરિજન સંતોની એકતા અને હરિજન ભક્તકવિઓની વ્યક્તિગત સંક્ષિપ્તમાં માહિતી આપી સત્સંગીની યાદી દર્શાવી છે.

દવે, રક્ષાબેન પ્રહલાદરાય, ૧૯૪૬–
શીર્ષક : ભક્તિતત્ત્વ અને ગુજરાતી કવિતામાં તેનું અવતરણ.
માર્ગદર્શક : તખ્તસિંહ પરમાર, ભાવનગર, ૧૯૮૬
૧૨૫૦ પૃષ્ઠના આ મહાનિબંધમાં વેદથી શરૂ કરી ઈ. ૧૯૮૪ સુધીની ભક્તિકવિતાની વિગતે વાત ક૨વામાં આવી છે.

દીક્ષિત, નિરંજના ચંદ્રશંકર, ૧૯૪૪–
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ
માર્ગદર્શક : શ્રી મોહનભાઈ પટેલ
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૪, પ્રકા. ૧૯૮૪, પૃ. ૨૭૨
(નોંધ : લગ્ન પછીનું નામ નિરંજના શ્વેતકેતુ વોરા)
આ મહાનિબંધમાં અર્વાચીન કવિતામાં વ્યક્ત થતી ભક્તિની ભાવનાનો અભ્યાસ થયો છે. કોઈ વિશિષ્ટ કાવ્યપ્રકાર કે સંપ્રદાયનો આધાર લીધા વિના ગઝલોમાં સૂફીવાદ, ભજનોમાં નિર્ગુણભક્તિ, રાધાકૃષ્ણ વિષયક ગીતો, કાવ્યો કે અરવિંદ દર્શનથી પ્રેરીત સૉનેટો-ગીતો-સ્તુતિ, પ્રાર્થના કાવ્યો વગેરેમાં વ્યક્ત થતી ભક્તિભાવના કે પ્રભુભક્તિનો અહીં અભ્યાસ થયો છે.

ભટ્ટ, હિમાંશુ દામોદર, ૧૯૪૧
શીર્ષક : ગુજરાતી ભજન સાહિત્ય : મધ્યકાલીન અને અર્વાચીન
માર્ગદર્શક : કે. બી. વ્યાસ
ગુજરાત, ૧૯૭૨

ભાષા
મહેતા, નીતિન શાંતિલાલ, ૧૯૪૪–
શીર્ષક : ૧૯૫૬ પછીની ગુજરાતી કવિતાની કાવ્યબાની.
માર્ગદર્શક : સુરેશ હ. જોશી
એમ. એસ. યુનિ. ૧૯૮૨-’૮૩. પૃ. ૩૯૦
આ મહાનિબંધમાં તેમણે કવિતાની સ્વાયતતા વિશે કઈ રીતે વિચારાય, કાવ્ય વાંચતી વખતે આપણે ખરેખર કોને વાંચીએ છીએ અને કવિતાનો આશય શું છે તે જણાવેલ છે. પદાવલી શું છે. તેના કયા લક્ષણો છે તથા પદાવલીની સંજ્ઞા વિશે કયા પ્રકારની સંદિગ્ધતા પ્રવર્તે છે તેની ચર્ચા કરી છે. કાવ્યના શબ્દભંડોળ વિશે તથા કવિતાની પદાવલિ અપભાષાથી આર્ષબાની સુધીની હોઈ શકે. દિવસ દરમ્યાન થતાં અનેક ભાષા આક્રમણો શબ્દ ભંડોળના અનુસંધાનમાં ધ્વનિ, રવાનુકારી શબ્દો, સ્વરવ્યંજનના પુનરાવર્તનો, છંદ-પ્રાસ, વર્ણ રચના વગેરે વિશે મુદ્દાસર સંક્ષેપમાં ચર્ચા કરવામાં આવી છે.

વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ, ૧૯૪૩–
શીર્ષક : આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ
માર્ગદર્શક : ડૉ. જયંત પાઠક, દક્ષિણ ગુજરાત, ૧૯૮૧.
પ્રકા. ૧૯૮૨. પૃ. ૨૫૬ - ‘આધુનિક કવિતામાં ભાષાકર્મ’

મહાકાવ્ય
પટેલ, કાંતિલાલ ત્રિભોવનદાસ, ૧૯૩૯-
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રયોગો
માર્ગદર્શક : ચીમનભાઈ શી. ત્રિવેદી
ગુજરાત, ૧૯૭૮, પૃ. ૪૭૫

આ મહાનિબંધ છ પ્રકરણોમાં વહેંચાયેલો છે.
(૧) મહાકાવ્યનો ઉદ્ભવ, સ્વરૂપ અને વિકાસની માહિતી, (૨) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રયોગો, (૩) અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રયોગોનો પ્રારંભ ‘વીરસિંહ’ અને અન્ય, (૪) મહાકાવ્યના બે સભાન પ્રયોગો ‘ઇંદ્રજિતવધ’ અને ‘પૃથુરાજરાસો’ (૫) મહાકાવ્યના અન્ય નોંધપાત્ર પ્રયોગો ‘હમીરજી ગોહેલ’, ‘કુરુક્ષેત્ર’, ‘એક તોડેલી ડાળ’ આદિ અને (૬) ગાંધીજી વિષયક મહાકાવ્યલેખનના પ્રયત્નો અને ‘મહાત્માયન’ અને અન્ય.

પાઠક, પરમ રમણલાલ
શીર્ષક : શ્રી અરવિંદ રચિત ‘સાવિત્રી’ મહાકાવ્ય અને તેના ગુજરાતી અનુવાદો – એક અભ્યાસ.
માર્ગદર્શક : ડૉ. દવે સુભાષ એમ,
એમ. એસ. યુનિ. ૧૯૯૫, પૃ. ૩૭૫
આ મહાનિબંધમાં પૂજાલાલનો ‘સાવિત્રી’નો ગુજરાતી અનુવાદ તથા અંબાલાલ પુરાણી, સુંદરમ અને અન્ય દ્વારા ‘સાવિત્રી’ના ખંડ અનુવાદો જણાવેલ છે. તેમાં ‘સાવિત્રી’ પર થયેલાં મહત્ત્વપૂર્ણ અધ્યયનો પણ વર્ણવેલ છે.

શાહ, ચંદ્રા રસિકલાલ
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં એપિક કાવ્યોનાં બે પ્રયોગો : ‘ઇંદ્રજિતવધ’ અને ‘પૃથરાજ રાસો.’
મુંબઈ, ૧૯૭૬

માનવ
પટેલ, કોકિલા એસ.
શીર્ષક : ગાંધીયુગની કવિતામાં માનવનું નિરૂપણ.
માર્ગદર્શક : મફત ઓઝા
ગુજરાત ૧૯૮૬, પૃ. ૨૮૭
આ મહાનિબંધમાં ગાંધીયુગીન કવિતાના કાવ્યતત્ત્વ કરતાં માનવતત્ત્વને ઉપસાવવાનો ઉપક્રમ છે. પ્રકરણ ૧માં નરસિંહથી માંડી અર્વાચીન કવિઓની કૃતિઓમાં પ્રગટ થતાં માનવીનાં વિવિધ લક્ષણો તારવ્યાં છે. પ્રકરણ ૨માં ગાંધીયુગના માનવજીવનમાં જે પરિવર્તન આવ્યું તે માટે જવાબદાર વૈશ્વિક પરિબળો દર્શાવી તેનું મૂલ્યાંકન કર્યું છે. પ્રકરણ ૩-૪માં ગાંધીયુગની કવિતામાં થયેલા માનવનિરૂપણની તપાસ કરી પાંચમાં પ્રકરણમાં ગાંધી યુગની કવિતા કેટલે અંશે વિશ્વકવિતા બનવા મથી છે તે દર્શાવવા પ્રયાસ કર્યા છે.

પંડ્યા, પિનાકિની દિ.
વિષય : સાંપ્રત ગુજરાતી કવિતામાં મનુષ્યની આંતર બાહ્ય સંબંધ સૃષ્ટિનું નિરૂપણ.
માર્ગદર્શક : શ્રી ચંદ્રકાંત શેઠ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૯૫
અહીં ઈ.સ. ૧૯૫૫ પછીની ગ્રંથસ્થ કવિતા સામગ્રીનું અધ્યયન કર્યું છે. તેમાં એ અરસાના કવિઓ જેવા કે ઉમાશંકર, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉશનસ્, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, સુરેશ જોશી, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા કવિઓની કવિતાનો આધાર લેવાયો છે.

પાંડેય, દિવાબહેન જયનારાયણ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી હિંદી-મરાઠી કવિતામાં માનવી.
માર્ગદર્શક : શ્રી મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૦
અહીં ગુજરાતી હિંદી અને મરાઠી ભાષાની કવિતામાં માનવીનો તુલનાત્મક અભ્યાસ થયો છે.

મૃત્યુ
જાની, ભાનુમતિ
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ
માર્ગદર્શક : ધીરુભાઈ પરીખ
ગુજરાત, ૧૯૯૩, પ્રકા., ૧૯૯૮, પૃ. ૫૧૧
મહાનિબંધમાં સંશોધકે ગુજરાતી કવિતામાં મૃત્યુવિષયક તત્ત્વદર્શન તથા સૌંદર્યનિરૂપણને કેન્દ્રમાં રાખ્યાં છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુના નિરૂપણ વિશે વાત કરતાં પૂર્વપશ્ચિમ બંનેની મૃત્યુવિષયક વિભાવના, મધ્યકાલીન ગુજરાતી તથા લોકકવિતામાં મળતા મૃત્યુનિરૂપણને પીઠિકારૂપે મૂક્યું છે.

સરૈયા, કુંદન ગિરધરલાલ
શીર્ષક : ગુજરાતી કવિતામાં મૃત્યુ વિભાવના
માર્ગદર્શક : નરેન્દ્ર શાહ
મુંબઈ, ૧૯૮૮
મહાનિબંધમાં બે સેર ગૂંથાઈ છે : એક તત્ત્વજ્ઞાનની, બીજી કવિતાસાહિત્યની. આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ મૃત્યુનો વિચાર કરી મૃત્યુનો મહિમા વ્યક્ત કર્યો છે. વિરહોર્મિ - કરુણપ્રશસ્તિ કાવ્યોની તપાસ કરી નવતરકવિતામાં રસદૃષ્ટિએ મૃત્યુની તપાસ તથા અસ્તિત્ત્વવાદ વગેરે વિચારસરણીની છણાવટ થઈ છે.

રસાનુભૂતિ
મોદી, પન્ના આર.
શીર્ષક : રસાનુભૂતિ : સામાજિકની માનસપ્રક્રિયા
મુંબઈ, ૧૯૭૨

રહસ્યવાદ
રાયજાદા, રાજેન્દ્રસિંહ વી., ૧૯૪૩
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ
માર્ગદર્શક : ધીરુભાઈ પી. ઠાકર, સરદાર પટેલ, ૧૯૭૯
આ સંશોધનમાં અર્વાચીન ગુજરાતી કવિતાને રહસ્યવાદની દૃષ્ટિએ તપાસી છે. પ્રથમ પ્રકરણ ‘રહસ્યવાદ’માં રહસ્યવાદ વિશે વિવિધ ચિંતકોએ રજૂ કરેલી વિચારસરણીને કેન્દ્રમાં રાખીને રહસ્યવાદના અર્થ, વિભાવનાઓ, વ્યાખ્યાઓ આપી છે તેમજ રહસ્યવાદને - પ્રેતાત્મા રહસ્યવાદ, કૃતક રહસ્યવાદ, સાધનાત્મક રહસ્યવાદ જેવા વિવિધ પ્રકારોમાં વહેંચ્યો છે. પ્રકરણ-૨માં વેદથી અર્વાચીનકાળ સુધી રહસ્યવાદનો પ્રવાહ માનવ ચેતનામાં કેવો છે તે જણાવ્યું છે. પ્રકરણ-૩માં ‘નરસિંહ મહેતાથી દયારામ’, પ્રકરણ ૪માં ‘દલપતરામથી બોટાદકર’, પ્રકરણ પમાં ‘સુંદરમથી આધુનિકકાળ’ પ્રકરણ પમાં ‘મકરન્દદવેની કવિતામાં રહસ્યવાદ’ એમ વિવિધ સમયગાળાના વિવિધ કવિઓની કવિતામાં રહસ્યવાદ કેવી રીતે આવે છે તેનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત પ્રકરણ-૭માં ઉપસંહાર આપીને સંદર્ભગ્રંથોની સૂચિ આપી છે. ટૂંકમાં કહીએ તો ઈશ્વર રહસ્યવાદ, રહસ્યમય ધર્મોની પ્રચલિત માન્યતાઓ તેમજ વિચારસરણીઓ સ્પષ્ટ કરીને તે કવિતામાં કેવી રીતે આવી છે તેનો અભ્યાસ કર્યો છે.

રંગભૂમિ
કીકાણી, બિપિનકુમાર લાધાભાઈ, ૧૯૪૧-
શીર્ષક : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનાં ગીતો : એક અધ્યયન
માર્ગદર્શક : ધર્મેન્દ્ર મ. માસ્તર
ગુજરાત. ૧૯૮૪, પૃ. ૯૪૪
પ્રાચીનકાળથી રંગભૂમિ મનોરંજન અને લોકશિક્ષણનું એક સબળ માધ્યમ બની રહી છે. પ્રસ્તુત સંશોધન નિબંધ બે વિભાગમાં વહેંચાયો છે. (૧) પૂર્વરંગ : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનો ઉદ્ભવ સંસ્કૃત કાળની સમૃદ્ધ નાટ્ય પરંપરાનો ખ્યાલ આપી ઈ.સ. ૧૩મી સદીથી ૧૮મી સદીમાં લખાયેલાં નાટકોની પૂર્વપીઠિકા બાંધીને સમાંતરે ચાલ લોકનાટ્ય ભવાઈનો ખ્યાલ આપ્યો છે સાથે વિકાસ અને તેના સ્વરૂપને આવરી લેવાયાં છે. (૨) ઉત્તર રંગ : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનાં ગીત કવિઓ કાવ્યસ્વરૂપ, ગીતના ઘાટ અને ઘડતરની ચર્ચા કરી ગીતોનું મૂલ્યાંકન કર્યું છે.

રાષ્ટ્રભાવના
જાડેજા, દિલાવરસિંહ ડી., ૧૯૩૩-
શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિબિંબ (ઈ.સ. ૧૮૪૫થી ઈ.સ. ૧૯૪૭)
માર્ગદર્શક : ભોગીલાલ જે. સાંડેસરા, એમ. એસ. યુનિ. ૧૯૬૫,
પ્રકા. ૧૯૭૪, પૃ. ૩૪૨
આ મહાનિબંધમાં અર્વાચીન ગુજરાતી કવિતામાં રાષ્ટ્ર, રાષ્ટ્રીય અસ્મિતા ૧૯મી સદીના ઉત્તરાર્ધનું ભારત તથા ગુજરાત : ભૂમિકા, દલપતરામ, નર્મદ ઉપરાંત ઉદ્દામ મનોવલણ વ્યક્ત કરતી ૧૯મી સદીની કેટલીક કૃતિઓ, સંસારસુધારાકાળની કવિતા, અન્ય કવિઓ, હુલ્લડો વિષયક કૃતિઓ, વ્યક્તિવિશેષ વિશેના કાવ્યો, પંડિત યુગની કવિતા, હરિલાલ હ. ધ્રુવ, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, ખબરદાર તથા પંડિતયુગના કેટલાક કવિઓ, ગાંધીયુગ-મેઘાણી અને અન્ય કવિઓ, સુન્દરમ્ ઉમાશંકર - ગાંધીયુગની કવિતા, પૂજાલાલ તથા અન્ય કવિઓ, ઉપસંહાર અને છેલ્લે ગાંધીવંદના તથા દલિતપ્રેમ અને ગુજરાતી પ્રીતિના કાવ્યોનો સમાવેશ થયો છે.

જોશી, મનોજ હરિલાલ
શીર્ષક : ગાંધીયુગની ગુજરાતી કવિતામાં રાષ્ટ્રભક્તિનું નિરૂપણ કવિ ન્હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, સુંદરમ્ અને ઉમાશંકર જોશીની કવિતાના વિશિષ્ટ સંદર્ભમાં- એક આલોચના
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા : પૃષ્ઠ સંખ્યા : ૨૦૯
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ રાષ્ટ્ર ભક્તિની કવિતાની વિભાવના, સ્વરૂ૫ અને પૂર્વરંગનું સુંદર આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકશ્રીએ કવિ ન્હાનાલાલની કવિતામાં જોવા મળતું રાષ્ટ્રભક્તિનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી અને કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં જોવા મળતી રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રભક્તિનો ભાવસ્પંદ વગેરેનું સુંદર આલેખન કર્યું છે અને મહાનિબંધની સમાપ્તિ કરી છે.

નાયક, જ્યોતિ મગનલાલ
શીર્ષક : નર્મદથી નિરંજન ભગત સુધીની કવિતામાં રાષ્ટ્રભાવના એક અધ્યયન
માર્ગદર્શક : ડૉ. જે. ઓ. શાહ
દક્ષિણ ગુજરાત, ૧૯૯૨

જૈન, કમલેશકુમાર
શીર્ષક : દિનકર ઔર ઉમાશંકર જોશી કે કાવ્ય મેં રાષ્ટ્રીય ચેતના કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), દિલ્હી, ૧૯૭૬

દીવાનજી, ધ્રુમન રામપ્રસાદ
શીર્ષક : ગાંધીયુગના ૧૯૩૦-૪૦ના દસકાની ગુજરાતી અને હિંદી કવિતાની તુલનાત્મક સમીક્ષા
માર્ગદર્શક : સુંદરજી બેટાઈ, એસ. એન. ડી. ટી. ૧૯૭૦
ગુજરાતી - હિંદી કવિતા સાહિત્યનું નવનિર્માણ ગાંધીયુગમાં, ૧૯૩૦થી ૪૦ના દાયકામાં કેવી રીતે થયું, તેમાં કયાં પરિબળોએ શો ભાગ ભજવ્યો તેનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ.

દેસાઈ, ઈશ્વરલાલ મ.
શીર્ષક : હિંદી-ગુજરાતી રાષ્ટ્રીય કવિતા : તુલનાત્મક અભ્યાસ.
(હિંદી), સરદાર પટેલ, ૧૯૫૬

શુભલક્ષ્મી
શીર્ષક : આધુનિક હિંદી ઔર ગુજરાતી કાવ્ય મેં રાષ્ટ્રીય ચેતના
(હિંદી), દિલ્હી, ૧૯૭૬

લોકગીતો
ચૌહાણ, ભાનુમતી
શીર્ષક : સાંજીનાં ગીતો
માર્ગદર્શક : ખોડીદાસ પરમાર
ભાવનગર, ૧૯૯૪

છાયા, જયશ્રી રતિલાલ
શીર્ષક : ગુજરાતી લોકસાહિત્યમાં ગીતકથા
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર ૧૯૭૯. પૃષ્ઠ સંખ્યા : ૫૬૦
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ગુજરાતી લોકસાહિત્યમાં ગીતકથા તેનો ઉદ્ગમ વિસ્તાર અને સ્વરૂપની વાત કરી છે તે ઉપરાંત ગીતકથાનો અલગ-અલગ રીતે જેમ કે ગુજરાતી સામાજિક ગીતકથાઓ, ગુજરાતી પૌરાણિક ગીતકથાઓ, ગુજરાતી ઐતિહાસિક ગીતકથાઓ વિભાજીત કરી રજૂ કરી છે.
સંશોધકશ્રીએ ગીતકથાનો કલાપક્ષ અને ભાવપક્ષ એમ બંને દૃષ્ટિથી અવલોકન કરી ગુજરાતી ગીતકથાનો ભારતની ગીતકથાઓ સાથે તુલનાત્મકતા વર્ણવી છે. ગીતકથામાં ટાઈમ અને મોટીફનું મહત્ત્વ દર્શાવી ‘ચૂડ વિજોગણ’નું સુંદર આલેખન કર્યું છે. તે ઉપરાંત ગુજરાતી ગીતકથાના સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવતી એવી ‘મેના ગુર્જરી’ ગીતકથા આલેખી તેની સાથે સામ્ય ધરાવતી ગીતકથાઓનો સારાંશ આપ્યો છે.

જીવરાજાની, જશવંત વૃજલાલ, ૧૯૪૩–
શીર્ષક : શ્રી ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીતો દ્વારા પ્રગટ થતું સૌરાષ્ટ્રનું લોકજીવન.
માર્ગદર્શક :પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૭૯. પૃષ્ઠ સંખ્યા : ૩૭૫
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ સ્વ. મેઘાણીનું જીવનચરિત્ર - જેમાં જન્મતારીખ વિવાદ અને નિર્ણય જન્મસ્થળ વિશેનો વિવાદ અને સમાધાન, મેઘાણીએ લીધેલું શિક્ષણ પ્રભુતામાં પગલા પાડ્યા તે અને લોકસાહિત્યની લગન અને તેમના અવસાનની પુરાવા સહિત વાત કરી છે. તે ઉપરાંત સ્વ. મેઘાણીના જીવનમાં પ્રેરણા આપનારા પ્રેરકબળો જેમાં પ્રકૃતિ, પર્યટન જૈનધર્મ, કલાપી, રાજકોટ નિવાસ, સૂટર સાહેબ, કેળવણી, ટાગોર, ઇંગ્લૅન્ડનો પ્રવાસ, અમૃતલાલ શેઠ, સૌરાષ્ટ્ર, ફુલછાબ, જન્મભૂમિ, ગાંધીજી અને રવિશંકર મહારાજ, દિનેશચંદ્ર સેન, સ્વ. છેલભાઈ દવેની વાત કરી છે.
સંશોધકશ્રીએ સ્વ. મેઘાણી સંપાદિત લોકગીત સંગ્રહોનું અવલોકન કર્યું છે. જેમાં ‘રઢિયાળીરાત ૧થી ૪’, ‘ચુંદડી ૧-૨’ હાલરડાં, સોરઠિયા દુહા, સોરઠી સંતવાણી, ઋતુગીતોનું વિસ્તૃત વર્ગીકરણ કરી સૂક્ષ્મ અવલોકન કર્યું છે.
મહાનિબંધનાં અંતે લોકગીતની વ્યાખ્યા તેનું સ્વરૂપ અને લક્ષણો દર્શાવ્યા છે અને અંતમાં સૌરાષ્ટ્રના લોકજીવનમાં કુટુંબવ્યવહાર અને સમાજ વ્યવહાર પર મેઘાણીનાં લોકગીતો દ્વારા પડેલો પ્રભાવ વર્ણવ્યો છે.

ટાંક, ભગવતી એન.
શીર્ષક : પ્રકાશિત ગુજરાતી લોકગીતોમાં ‘રામ’ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : ડૉ. બળવંત એસ. જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૮. પૃષ્ઠ સંખ્યા : ૪૦૯
પાંચ પ્રકરણોમાં અને છ વિભાગમાં સંગ્રહાયેલ પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકે ભારતીય સંસ્કૃતિમાં રામાયણની મહત્તા આલેખી છે. ત્યારબાદ સંશોધકે મધ્યકાલીન ભારતમાં રામભક્તિ અને ગુજરાતમાં રામભક્તિ વર્ણવી છે..ત્યારબાદ સંશોધકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાના પ્રવાહનું સુંદર આલેખન કર્યું છે. લોકગીતોનું એકત્રીકરણ અને વિભાગીકરણ સૂક્ષ્મદૃષ્ટિથી કરી સંશોધકે રામકથા પ્રસંગો પર આધારિત લોકગીતોનું વિભાગીકરણ અને મૂલ્યાંકન કર્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં ત્યારબાદ સંશોધકે જુદા-જુદા પ્રકારના રામ વિષયક ગીતોનું અધ્યયન કર્યું છે. જેમાં રામબાલ ચરિતના ગીતોનું અધ્યયન, રામવનવાસના ગીતોનું અધ્યયન, રામ લંકાપ્રવેશ અને યુદ્ધના ગીતોનું અધ્યયન. રામ અયોધ્યા આગમનનાં ગીતોનું અધ્યયન. ઉપરાંત સમગ્ર રામાયણલક્ષી રચનાઓ અને રામ નામોલ્લેખયુક્ત રચનાઓનું અધ્યયન કર્યું છે.

ભટ્ટ, પ્રકાશચંદ્ર નાનાલાલ
શીર્ષક : સૌરાષ્ટ્રના સાહિત્ય અને લોકસાહિત્યમાં નદીઓ
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૭૬. પૃષ્ઠ સંખ્યા : ૪૭૯
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ આરંભમાં સૌરાષ્ટ્ર નામાભિધાન તેની ભૌગોલિક સ્થિતિ અને ત્યારના ઐતિહાસિક અને લોકસંસ્કૃતિ વિશેષતાઓને ઘડનારાં પરિબળોની વાત કરી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની નદીઓનાં નામો તેની વ્યુત્પત્તિ, અર્થઘટન અને વર્ગીકરણ કર્યું છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની નદીઓના ઉદ્ભવ સ્થાન અને આત્મવિલોપન સ્થાનની આલોચના કરી છે. પદ્ય લોકસાહિત્યમાં ઉલ્લેખાયલ નદીઓ જેમાં (૧) દુહાઓમાં નદીઓ, (૨) લોકગીતોમાં, નદીઓ, (૩) ઝીલણિયામાં નદીઓ વિશેની વાત કરી છે. ત્યારબાદ ગદ્યસાહિત્યમાં નદીઓ, લોકકથામાં નદીઓ, પ્રકીર્ણ સાહિત્યમાં નદીઓ વિશેની વાત કરી છે. મહાનિબંધના અંતે સૌરાષ્ટ્રની નદીઓના તીરે થયેલું લોકસંસ્કૃતિનું દર્શન સંશોધકે કરાવ્યું છે.

ભટ્ટી, નાગજીભાઈ કેસરભાઈ
શીર્ષક : કારડિયા રજપૂતોમાં પ્રચલિત લોકગીતો : સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી
ગુજરાત ૧૯૬૮, પૃ. ૯૧૨
‘કારડિયા’ રજપૂતો સૌરાષ્ટ્રની એક વિશાળ જનસંખ્યા ધરાવતી જ્ઞાતિ છે. એમના લોકગીતોને વિષય બનાવીને લોકગીતો જેવા અમૂલ્યધનના સાહિત્યિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. લોકબોલીમાં વપરાતા શબ્દો, શક્તિ ભાવ વગેરે રજૂ કરવામાં આવ્યા છે. ચાર ખંડમાં વહેંચાયેલ આ મહાનિબંધમાં રજપૂતોનો સામાન્ય ખ્યાલ, તેમનું સ્થાન, લોકગીતોમાંથી મળતી સાહિત્યિક સામગ્રી અને તેમાંથી પ્રાપ્ત થતી સાંસ્કૃતિક માહિતીનો અભ્યાસ થયો છે.

વિસાણી, કમલેશ દેવીદાન
શીર્ષક : ઓખામંડળના ભોપા રબારીઓનું લોકસાહિત્ય
માર્ગદર્શક : પ્રહલાદ ટી. પટેલ
સૌરાષ્ટ્ર, ૧૯૮૯-’૯૦. પૃષ્ઠ સંખ્યા : ૪૫૭
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ ઓખામંડળનું પર્યાવરણ આલેખ્યું છે. જેમાં ઓખામંડળની ભૌગોલિકતા, ઓખામંડળના ઇતિહાસના માર્ગસૂચક સ્તંભો, ઓખામંડળની લોકજાતિની સામાજિક ભૂમિકા આલેખી છે. ઓખામંડળનાં ભોપા રબારીઓ વિશે સંશોધકે વિસ્તૃતમાં વાત કરી છે, જેમાં ભોપા રબારી જાતિની ઉત્પત્તિ અને ભોપા રબારી જાતિઓની અન્યજાતિ સાથે સરખામણી આલેખી છે. ત્યારબાદ સંશોધકે ભોપા રબારીઓના લોકગીતોનું આલેખન કર્યું છે. જેમાં લગ્નગીતો, ઉત્સવગીતો હાલરડાં વગેરેનું આલેખન કર્યું છે. તે પછી સંશોધકે ભોપા રબારીની ગીતકથાઓ આલેખી છે અને લોકકથાઓ આલેખી છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ભોપા રબારીનું પ્રકીર્ણ સાહિત્ય આલેખ્યું છે. જેમાં ઉખાણા, દુહા, સોરઠા, વગેરે આલેખ્યા છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે ભોપા રબારીઓના લોકસાહિત્યમાંથી પ્રગટતી તેમની લોકસંસ્કૃતિ આલેખી મહાનિબંધની સમાપ્તિ કરી છે.

સુખવાલ, હીરાલાલ
શીર્ષક : રાજસ્થાની ઔર ગુજરાતી લોકગીતોં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), ગુજરાત, ૧૯૭૧

વિવેચન
કાયસ્થ, ધનસુખલાલ નગીનદાસ
શીર્ષક : આધુનિક હિંદી-ગુજરાતી કા કાવ્યશાસ્ત્રીય અધ્યયન, ઈ.સ. ૧૯૦૦ સે ૧૯૭૦ તક.
દક્ષિણ ગુજરાત, ૧૯૭૮

ટોપીવાળા, ચંદ્રકાંત, ૧૯૩૬
શીર્ષક : આધુનિક ગુજરાતી કવિતા વિવેચનમાં ભાષાવૈજ્ઞાનિક પરિચાલનો
માર્ગદર્શક : આર. જે. જોશી. ગુજરાત, ૧૯૮૨. પૃ. ૨૮૧
પ્રકા. “સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ ૧૯૮૫, પૃ. ૨૫૮
આ મહાનિબંધમાં અનુબંધ, પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્ત્વનિરૂપણ, તત્ત્વપરીક્ષા, ગ્રંથસૂચિ, લેખકસૂચિ અને પરિભાષાસૂચિ રજૂ કર્યા બાદ પૂર્તિમાં બે કૃતિલક્ષી વિશ્લેષણ, ચિનુમોદીની તરાણીનું વર્ણનાત્મક વિશ્લેષણ, હસ્તાચણ, કાન્તની છાંદસ પ્રતિભા અને ‘વસંતવિજય’ સ્થાપિત શક્યતાઓનો મૌલિક વિનિયોગ, કાવ્યતાની હદે અણસરખું ‘કુલયોગિની’ ‘આજ’ ઇંદ્રિય સંવેદનાનું ઉત્કૃષ્ટીકૃત-અંતરીકૃત સ્વરૂપ અને મને ગિરનાર સંઘરશે એવાં શીર્ષક આપી એનો સવિસ્તર અભ્યાસ કરવામાં આવ્યો છે.

ત્રિવેદી, યશવંત રામશંકર, ૧૯૩૪
શીર્ષક : કાવ્યની પરિભાષા,
મુંબઈ, ૧૯૭૮, પ્રકા. ૧૯૭૮, પૃ. ૫૮૪

પટેલ, પ્રમોદકુમાર, ૧૯૩૩-૧૯૯૮
શીર્ષક : અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યવિવેચન : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ દ્વિવેદીના વિવેચન કાર્યને વિશેષ અનુલક્ષીને
મુંબઈ, ૧૯૬૯

પંચાલ, શિરીષ જગજીવનદાસ, ૧૯૪૩–
શીર્ષક : કાવ્યવિવેચનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ
માર્ગદર્શક : સુરેશ જોશી, એમ. એસ. યુનિ. ૧૯૭૯..
પ્રકા. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’, ૧૯૮૫, પૃ. ૨૪૨
આ સંશોધનગ્રંથમાં કાવ્યવિવેચનની ઉપરચના, ભાષા, અલંકારરચના, પ્રતીકરચના, જીવનદર્શન વિશેના ખ્યાલો, તેની મૂળભૂત સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પંડ્યા, ઉપેન્દ્ર છગનલાલ, ૧૯૧૯–
શીર્ષક : કાવ્ય વિવેચનના સિદ્ધાંતો – પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય : એક તુલના ને ગુજરાતી વિવેચન – સાહિત્યમાં તેનો વિનિયોગ.
માર્ગદર્શક : અનંતરાય એમ. રાવલ
ગુજરાત, ૧૯૭૩, પૃ. ૫૦૨
ગુજરાતી સાહિત્ય પર પૌરસ્ત્ય ને પાશ્ચાત્ય સર્જન વિવેચનનો જે પ્રભાવ પડ્યો છે તે જોતાં આપણા સાહિત્યમાં આ સિદ્ધાંતોનો વિનિયોગ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં થયો છે અને કેટલે અંશે એ ઉચિત કે અનુચિત છે તેને માત્ર કાવ્ય પૂરતો મર્યાદિત કરીને અભ્યાસ કર્યો છે. આ મહાનિબંધ છ પ્રકરણોમાં વહેંચ્યો છે :
(૧) કવિતા અને સિદ્ધાન્ત, (૨) ભારતીય કાવ્યદર્શન, (૩) પાશ્ચાત્ય કાવ્યમીમાંસા, (૪) પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય કાવ્ય સિદ્ધાંતોની તુલના, (૫) ગુજરાતી સાહિત્યમાં સિદ્ધાંતોનો વિનિયોગ, (૬) ઉપસંહાર.
વ્યક્તિ-વિષયક કવિતા
તલાટી, અરુણિકા નાનાલાલ, ૧૯૩૭
શીર્ષક : પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સંબંધોના કાવ્યો, ૧૮૫૦-૧૯૫૦
એસ. એન. ડી. ટી., ૧૯૭૦
નોંધ : લગ્ન પછી અરુણિકા મનોજ દરૂ.

શોકોર્મિ કાવ્યો
ત્રિવેદી, વિરંચિભાઈ એમ.
શીર્ષક : અર્વાચીન ગુજરાતી શોકોર્મિ કાવ્યોનો સમીક્ષાત્મક અભ્યાસ
માર્ગદર્શક : સુભાષ મ. દવે. એમ. એસ. યુનિ., ૧૯૯૬
શોકોર્મિ કવિતાના સ્વરૂપકીય વૈવિધ્યની તપાસ કરી સંશોધકે શોકોર્મિ કાવ્યોની સમીક્ષા અને ઉપલબ્ધિ લક્ષણોને આધારે પ્રગટ કરી છે.

સામાજિક ધર્મ
પુરોહિત વીરેન્દ્રરાય વી.
શીર્ષક : કાવ્યનો સામાજિક ધર્મ
માર્ગદર્શક : રમણલાલ જોશી
સૌરાષ્ટ્ર, ૨૦૦૨

સાંસ્કૃતિક ભૂમિકા
પાઠક, જયંત હિંમતલાલ, ૧૯૨૦
શીર્ષક : ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો ને સિદ્ધિ.
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાત, ૧૯૫૯, પ્રકા. ૧૯૬૩, ‘આધુનિક કવિતાપ્રવાહ’ ૩ આ. ૧૯૮૧, પૃ. ૨૭૦

સોનેટમાળા
ઝાલાવાડિયા, મનસુખલાલ જે.
શીર્ષક : ગુજરાતી સોનેટમાળા (બ.ક.ઠાકોર - ઉમાશંકર જોશી -રાજેન્દ્ર શાહ – જયંત પાઠક - ઉશનસ્)
માર્ગદર્શક : હિમાંશુ દામોદર ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૧૯૯૮. પૃષ્ઠ સંખ્યા : ૩૧૬
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકશ્રીએ સોનેટનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થયો તેનું આલેખન કર્યું છે અને એનું સ્વરૂપ સમજાવીને ગુજરાતી સોનેટ સ્વરૂપની ચર્ચા કરી છે. ત્યારબાદ સોનેટમાળાનું સ્વરૂપ સમજાવ્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ગુજરાતી સોનેટ સર્જકો અને તેમનું ગુજરાતી સાહિત્યમાં અર્પણ આલેખી ગુજરાતી સોનેટમાળાનો વિગતે વિકાસ આલેખ્યો છે. ત્યારબાદ સંશોધકે ગુજરાતી સાહિત્યના સોનેટ સ્વરૂપમાં બ. ક. ઠાકોર, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, જયંત પાઠક, ઉશનસની સોનેટમાળાનું પ્રદાન આલેખ્યું છે. મહાનિબંધનાં અંતે સંશોધકે અન્ય ઉલ્લેખનીય સોનેટમાળાઓનું મૂલ્યાંકન કર્યું છે.

સૌંદર્યરાગી કવિતા
રાવલ, અમીબેન લાભશંકર
શીર્ષક : ચાર સૌંદર્યરાગી કવિઓ : પ્રહ્લાદ પારેખ, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત અને પ્રિયકાંત મણિયાર,
સૌરાષ્ટ્ર, ૧૯૯૧

સ્વામિનારાયણ
ચંદ્રવાડિયા, જેઠાલાલ એમ.
શીર્ષક : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ કૃત ગીતા રચનાઓ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : બળવંત જાની, સૌરાષ્ટ્ર, ૨૦૦૨

પંડ્યા, મહેન્દ્ર ચંદુલાલ
શીર્ષક : સ્વામીનારાયણ સંપ્રદાયની કવિતા
માર્ગદર્શક : જશભાઈ કા. પટેલ, સરદાર પટેલ, ૧૯૬૬
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ કાવ્યસર્જન કરતા હતા. એ આખા સંપ્રદાયની કવિતાનો અભ્યાસ આ મહાનિબંધમાં થયો છે. પ્રકરણ ૧માં ભક્તિનો ઉદ્ભવ, વિકાસ દર્શાવી વેદ, ઉપનિષદ, પુરાણ મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ - પ્રેમલક્ષણા ભક્તિનું મહત્ત્વ સમજાવી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભક્તિ વિશે વાત કરી છે. પ્રકરણ ૨માં સ્વામીનારાયણ સંપ્રદાયનો ઉદ્ભવ અને વિકાસ વિગતે દર્શાવી તે સમયની રાજકીય, ધાર્મિક સ્થિતિ, ઇતર સંપ્રદાયો સાથેનો સંબંધ, સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે ચર્ચા કરી છે. પ્રકરણ ૩માં સ્વામીનારાયણ સંપ્રદાયના કાવ્યસાહિત્ય પદસાહિત્ય, વિવિધ સ્વરૂપોનાં પદો ઉપર નજર નાખી છે. પ્રકરણ-૪માં સ્વામીનારાયણ સંપ્રદાયની કવિતામાંથી થતું સમાજદર્શન પ્રકરણ ૫માં સ્વામીનારાયણસંપ્રદાયની કવિતાનું સૌંદર્ય કલાપક્ષે અને ભાવપક્ષે કેવું છે તેની ચર્ચા કરી છે. પ્રકરણ ૬માં પુરોગામીઓનું ઋણ સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ અને તેમના કાવ્યસર્જનની કેટલીક લાક્ષણિકતાઓ - વિશેષતાઓ સ્ફુટ કરી છે. પરિશિષ્ટ-૧માં સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થસ્થળો—પરિશિષ્ટ-૨માં અપ્રગટ સાહિત્ય, પરિશિષ્ટ-૩માં સંદર્ભગ્રંથોની સૂચિ છે.

હસ્તલિખિત
સક્સેના, ઓમપ્રકાશ
શીર્ષક : ગુજરાતી હસ્તલિખિત પદ્યસંગ્રહો કા અધ્યયન
(હિંદી), અલ્હાબાદ, ૧૯૬૬

હાસ્યકવિતા
પટેલ, રમણભાઈ પુરુષોત્તમદાસ, ૧૯૪૨
શીર્ષક : ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ
માર્ગદર્શક : પ્રો. જશભાઈ મ. પટેલ (જશવંત શેખડીવાળા)
સરદાર પટેલ, ૧૯૮૨-૮૩
આ મહાનિબંધમાં સંશોધકે મધ્યકાલીન અને અર્વાચીન યુગની સમગ્ર ગુજરાતી કવિતામાં હાસ્યનું કેવું નિરૂપણ થયું છે તે અંગેનો અભ્યાસ કર્યો છે. પ્રથમ પ્રકરણ હાસ્યમીમાંસામાં હાસ્ય એટલે શું તેની મીમાંસા કરી છે. બેથી સાત પ્રકરણોમાં મધ્યકાલીન ગ્રંથસ્થ શિષ્ટ અને કંઠસ્થ લોકકવિતામાં તેમજ સુધારકયુગીન પંડિતયુગીન, ગાંધીયુગીન અને અનુસ્વાતંત્ર્યકાલીન કવિતામાં વિવિધ પ્રકારનું હાસ્ય ક્યારે, કયા કવિ દ્વારા, ક્યાં, કેવું હાસ્યનિરૂપણ થયું છે તેની સદૃષ્ટાંત અવતરણસહિત વિગતવાર વિવેચના કરી છે. અંતિમ આઠમા પ્રકરણમાં - ઉપસંહારમાં કટાક્ષ, વ્યંગ્ય, વિનોદ હાસ્યયુક્તિ, સમગ્ર ગુજરાતી કવિતામાં વિવિધ યુગો દરમ્યાન જોવા મળતી નોંધપાત્ર લાક્ષણિકતાઓ, પ્રવૃત્તિઓ અને પ્રગતિનું દર્શન કરાવ્યું છે. અંતે તેમાં વિવિધરૂપે ઉપયોગમાં લેવાયેલ કાવ્યગ્રંથો તેમજ સંદર્ભગ્રંથોની સૂચિ રજૂ કરી છે.

મહેતા, જયા ૧૯૩૨-
શીર્ષક : ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ,
ઈ.સ. ૧૯૯૦ સુધી : અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામના વિશેષ અભ્યાસ સાથે.
એસ. એન. ડી. ટી. ૧૯૭૩

વાળંદ, નરોત્તમ માધવલાલ
શીર્ષક : અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય
માર્ગદર્શક : જયંત પાઠક, દક્ષિણ ગુજરાત, ૧૯૮૬
મહાનિબંધનું પ્રકાશન બે પુસ્તકમાં થયું છે. ૧. અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય (કાવ્ય અને નિબંધ), ૧૯૮૮, પૃ. ૨૪૮. ૨. હાસ્ય પરામર્શ, ૧૯૯૪, પૃ. ૧૭૬
પ્રકરણ ૧. જીવનમાં હાસ્ય, ૨. ભારતીય સાહિત્યમાં હાસ્યમીંમાસા, ૩. પાશ્ચાત સાહિત્યમાં હાસ્યમીમાંસા, ૪. મધ્યકાલીન કાવ્યસાહિત્યમાં હાસ્ય, ૫. સુધારાયુગનું હાસ્ય સાહિત્ય, ૬. પંડિતયુગનું હાસ્યસાહિત્ય, ૭. ગાંધીયુગનું હાસ્યસાહિત્ય, ૮. સાંપ્રત સમયનું હાસ્ય સાહિત્ય.