મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨)
Revision as of 07:38, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી|રમણ સોની}} {{Poem2Open}} નંદનું આંગણું...")
પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી
રમણ સોની
નંદનું આંગણું પરમ રળિયામણું, સદા રે સોહામણું કૃષ્ણે કીધું; જાણે વૈકુંઠ-કૈલાસ-બ્રહ્મસદનથી, ઇંદ્રના ભવનથી અધિક સીધું.
- નંદનું૦
સકળ તીરથ જિહાં વાસ વસે વિઠલો, ઇંદ્ર-અજ-ઈશ ને દેવ સઘળા; ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી અધિક સબળા.
- નંદનું૦
માત ઊભાં હસે, નાથ સંમુખ ધસે, દાસ વસે તિહાં પ્રેમ-પ્રીતે; ભણે નરસૈંયો ગોકુળ પ્રગટિયા, બાળલીલા રમે એણી રીતે.
- નંદનું૦