મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧)
Revision as of 11:13, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) |રમણ સોની}} <poem> ઝુલડી ક્યાંય વિસારી ઝુલડી ક્યાંય વિસાર...")
પદ (૧)
રમણ સોની
ઝુલડી ક્યાંય વિસારી
ઝુલડી ક્યાંય વિસારી, ઝુલડી ક્યાંય વિસારી?
તમે કહો રઘુબા રામા, છો સંત તણા સુખધામ.
જુગતે પેરાવી ઝુલડી, મૈયા ગઈ નિજ ધામ;
અનુચર એક ઉનાતો આવ્યો, ઝુલડી શોધે રામ.
આગળ પાછળ હીરા જડિયા વચ્ચે માણેક મોતી;
કરમાં લીધો દીવડો ને હીંડે કૌશલ્યા જોતી.
સોના કેરી સોય મંગાવું, રૂપા કેરા ધાગા;
એ ઝુલડી શીવવાને નવલખ દરજી લાગ્યાં.
સમજાવ્યો સમજે નહિ શામો, કહ્યું ન માને કાલો;
રોઈ રોઈને જુલમ કરે, કોઈને જડી જ હોય તો આલો.
રોતા રહીને કહે રાઘવજી, જોડીને બે હાથે;
રાજહંસને મ્હેં હોરાડી, ઊડી ગયો આકાશ.
ગિરિ ગહ્વર ગુફાઓ જોઈ, જોયાં ઝાડેઝાડ;
વશિષ્ટનો શિષ્ય લાવ્યો ઝુલડી, રામે છોડી રાડ.
મુખડું જોઈને માતા કહે છે, અકળિત આ કુમાર;
ભાલણપ્રભુ રઘુનાથ મારો મુક્તિનો દાતાર.