મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૧)
Revision as of 07:31, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૧)|રમણ સોની}} <poem> રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી. પૂર્વ જ...")
પદ (૩૧)
રમણ સોની
રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે.
રાણાજી
જનમ લીધો નૃપ જયમલ-ઘેરે, તમ સંગે પરણાવી રે.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું, ભલે નાખોને મરાવી રે.
રાણાજી
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર! હરિસંગે લગની લગાવી રે.
રાણાજી