મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧

From Ekatra Wiki
Revision as of 08:08, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પદ ૧

રમણ સોની

પ્રીતડિયા ન કીજઈ
પ્રીતડિયા ન કીજઈ હો નારિ પરદેખિયા રે,
ક્ષણે ક્ષણે દાઝે દેહ.
વીછડિયા વહાલેસર મલવો દુહિલોજી,
સાલે સાલે અધિક સ્નેહ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.
કાલ આવ્યા ને આજ ઊઠી ચાલસો રે,
ભમર ભમતો જોઈ
સાજણિયા વાળાવીને પાછા વળતા જી
ધરતિ ભાર ન હોઈ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.

મનના મનોરથ સવિ મનમાં રહ્યા જી,
કહીએ કેહનિ સાથ.
કાગલીઓ લખતાં ભીનો આંસુએજી.
ચડિયો હો દુર્જન-હાથ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.

થૂલભદ્ર કોસા બૂઝવીજી, પાલિ હો પૂરવ પ્રેમ,
સીલ સુરંગી પેહરો ચુનડિજી, સમયસુંદર કહે એમ.
પ્રીત ડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.