મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧૨
Revision as of 11:46, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૨| રમણ સોની}} <poem> જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ!{{space}}...")
પદ ૧૨
રમણ સોની
જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ! ટેક
અનુભવજલ-બરખા બડી-બુંદન, કર્મકી કીચ રેલાઈ! અચાનક૦
દાદુર, મોર, શબદ સંતનકે, તાકી શૂન્ય મીઠાઈ. અચાનક૦
ચહુદિશ ચિત્ત ચમકત આપનપોં, દામિની સી દમકાઈ. અચાનક૦
ઘોર ઘોર ગરજત ઘન ઘેહેરા, સતગુરુ સેન બતાઈ. અચાનક૦
ઊમગી ઊમગી આવત હે નિશદિન, પૂરવ દિશા જનાઈ. અચાનક૦
ગયો ગ્રીષ્મ અંકુર ઊગી આયે, હરિહરકી હરિયાઈ. અચાનક૦
શુક્ર-સનકાદિક શેષ સહરાયે, સોઈ અખાપદ પાઈ! અચાનક૦