મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨
Revision as of 05:46, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨| રમણ સોની}} <poem> :::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું...")
છપ્પા ૨
રમણ સોની
નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે;
અચ્યુત અંબરાતીત, દ્વૈત નહિ, નિરંગ નિરાલે;
(તેણે) આરોપ્યા ગુણ ઈશ, શીશ ઢળે જેહને ચંમર;
નિકટ રહી અષ્ટ સિધ્ય, નિધ્ય નવ, બુધ્ય-બહુ અંમર,
સ્વર-વેણા ધરતી થકી ચિદ્શક્તિ મહા સરસ્વતી;
(તેહેને) અખો જમલ જાણિ સ્તવે સર્વાતીત સર્વનો પતિ.