મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧
Revision as of 07:08, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૧| રમણ સોની}} <poem> દુહા શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત...")
ઢાલ ૧
રમણ સોની
દુહા
શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત;
કરસ્યૂં કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત. ૧
એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-વિસ્તાર,
સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંત સહકાર. ૨
મોટા નાના સાંભળો, મત કોઈ કરો ગુમાન;
ગર્વ કર્યો રયણાયરે, ટાળ્યો વાહણે નિદાન, ૩
રત્નાકરે વાદ હુઆ કિમ માંહોમાંહે અપાર;
સાવધાન થઈ સાંભળો, તે સવિ કહું વિચાર. ૪