મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૪)

From Ekatra Wiki
Revision as of 05:05, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૫૪)

નરસિંહ મહેતા

ઘડપણ કોણે મોકલ્યું? જાણ્યું જોબન રહે સૌ કાળ. (ટેક)
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ.
ઘડપણ
નહોતું જોઈતું તે શીદ આ⡏વયું રે? નહોતી જોઈ તારી વાટ;
ઘરમાંથી હળવા થયા રે, કહે: ખૂણે ઢાળો એની ખાટ.
ઘડપણ
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજ ને રોજ જોઈએ રબડી રે: એવી બળી રે ઘડપણની ટેવ!
ઘડપણ
આંખે તો સૂઝે નહીં રે, થરથર ધ્રૂજે કાય,
ખાધું તો અન્ન પચે નહીં રે, વળી બેઠાં તો નવ રહેવાય.
ઘડપણ
પ્રાત:કાળે પ્રાણ માહરા રે અન્ન ⡏વના અકળાય;
ઘરનાં કહે: મરતો નથી રે, તેને બેસી રહેતાં શું થાય?
ઘડપણ
દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ?
ઘડપણ
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં-છોકરાં ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ.
ઘડપણ
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી છોડી વાંસળી રે લેઈ લીધી તેણી વાર.
ઘડપણ
એવું જાણી સૌ હરિ ભજો રે, સાંભળજો સૌ સાથ,
પરઉપકાર કરી પાÏાશો રે, જે કંઈ કીધુ હશે જÏાણે હાથ.
ઘડપણ
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, Ïાૂકી દો સૌ અહંકાર:
ધરÏાનાં સત્ય વચન થકી રે Ïાહેતો નરસૈં ઊતર્યો ભવપાર.
ઘડપણ