મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૬

From Ekatra Wiki
Revision as of 06:26, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખંડ ૬

સમયસુંદર

ઢાલ બીજી
  [હનુમાન સીતાને રામની મુદ્રા(વીંટી) આપે છે ત્યારે મંદોદરી પર સીતાનો રોષ અને હનુમાન-સીતા સંવાદ]
રાગ મારુણી
સીતા હરિખીજી, નિજ હીયડઈ સીતા હરિખીજી
હનુમંત દીધ રામના હાથની, મુંદ્રડી નયણે નિરખીજી          ૧ સી૦

હલુચઈ હનુમંત જાઈ, સીત પ્રણામ કરેઈ
મુદ્રી ખોલા માહે નાખી, આણંદ અંગિ ધરેઈ           ૨ સી૦

મુંદ્રડી દેખિ સીતા મન હરખી, જાણિ હુયો પ્રિય સંગમ
અમૃતકુંડમાંહે જાણે નાહી, વિહસ્યો તનુ થયો સંભ્રમ          ૩ સી૦

રતન જડિત રંગીલો ઓઢણા, સીતા વગિસ્યઉં ઉત્તમ
હનુમંતને વલિ પૂછઈ હરખઈ, ‘કુશલખેમ છઈ પ્રીતમ’?          ૪ સી૦

કહઈ હનુમંત સંદેસો સગલો, રામ કહ્યો જે રંગ ભરિ
સુણિ સીતા વલિ અતિઘણું હરખી, દેખિ ભણઈ મંદોદરિ          ૫ સી૦

‘સુંદરિ આજ તું કિમ હરષિત થઈ, સંતોષી મુજ પ્રિયુડઈ?’
કોપ કરઈ સીતા કહઈ, ‘કા તું ફોકટ ફાટઈ હિયડઈ ?          ૬ સી૦

હરખનો હેતુ જાણિ તું એ મુખે, પ્રિયુની કુશલિ ખેમી
ઈનિ સાપુરસ મુદ્રડી આણી, આણંદ તેણ કરેમી’          ૭ સી૦

પૂછઈ સીતા ‘કહિ તું કુણ છઈં, કેહનો પુત્ર તું પરકજ?’
કહઈ ‘હું પવનંજયનો નંદન, અંજનાસુંદરિ અંગજ.          ૮ સી૦

હનુમંત માહરો નામ કહીજઈ, સુગ્રીવનઉ હૂં ચાકર
સુગ્રીવ પણિ રામનો ચાકર, રામ સહૂનો ઠાકર.’          ૯ સી૦