મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચતુરચાલીશી પદ ૩૮

From Ekatra Wiki
Revision as of 09:37, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩૮|વિશ્વનાથ}} <poem> (રાગ દેશાખી) હું અલગી નથી રે, તમથી અધક્ષણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૩૮

વિશ્વનાથ

(રાગ દેશાખી)
હું અલગી નથી રે, તમથી અધક્ષણ માહારા નાથ,
અતી દોહલો જાણો છો, જાદવ સાસરડાંનો સાથ.          હું અલગી ૧

ત્રીભુવનમાં ત્રીકમજી તમને, તાપ નહી કોહોથી,
ઉતર એક અમ્હે ન દેવાએ માણસના મોહોથી.          હું અલગી ૨

દુતીનું શું કામ દયાનીધ્ય, કાન પડે કડું,
મન એક આપણ બે જનનું, તો ગોપ્ય રહે રૂડું.          હું અલગી ૩

વીલંબ એક પલનો નહી પાડું, વંશ સુણી કાને,
કારજ અન્ય કરું નવ સુઝે, શામ તણી સાને.          હું અલગી ૪
વચન એક આપોજી મુજને, આંગણડે આવી,
મુરલી માહારૂ મન ઠારવા, દનપ્રતે વાહાવી.          હું અલગી ૫

કેહેત કુડુ રખે રસીકવર, મન માંહે માનો,
આજ પછી જે સમે કરો, તે દુતીથી છાનો.          હું અલગી ૬

અંગ વિષે અવીલોકન કરતાં, વારૂ શા માટે?
જાની સરખો જોતો હીંડે, વૃંદાવનની વાટે.          હું અલગી ૭