મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૮

From Ekatra Wiki
Revision as of 10:37, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માસ ૮ - કારતક| ઉદયરત્ન}} <poem> દુહા કારત્યકિ કાલજ કંપિ રે, વ્યાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માસ ૮ - કારતક

ઉદયરત્ન

દુહા
કારત્યકિ કાલજ કંપિ રે, વ્યાપિ મદન વિશેખ;
વિધાતા નેમવિજોગના લખિયા નીલવટ લેખ.          ૧

નમાંહિ વેલડી ફૂલી રે, થયા મારગ સુધ;
નદિયાં જલ નિરમલ થયાં, કુમુદ ફલ્યાં જલ મધ્ય.          ૨
પંખી પ્રયાણ-વસે થયાં, ન રહે મુઝ મન ઠાય;
પંખ હોઈ તો ઊડી મિલું, ભેટું યાદવરાય.          ૩

પીઉ જોવાને રે અલજ્યાં નયણ સલૂણાં દોય;
વાલાનિ વિરહિ કરી રાતાં થયાં તે રોય.          ૪

સોલ કલા લેઈ આજુનો ઉગ્યો પુન્યમચંદ;
વિરહનું ઝરે વધારવા એ સહી વિષનો કંદ.          ૫

મુખિ નીસાસા રે મેલતાં રાત્ય ન ખૂટે રેખ;
ચાંદો રથ થંભી રહ્યો મોહ્યો મુઝ મુખ દેખ.          ૬

ભૂષણ દૂષણ લાગે રે, ન ગમે રાગ રસાલ;
દીન સામું દેખતાં આંખમાં ઉઠિ ઝાલ.          ૭

રાજુલે રજની નીગમી, પ્રગટ્યો પ્રાચિ દિણંદ;
વાછરુના બંધ છુટા રે, પડિયા વિલુણિ બંધ.          ૮
ફાગ
ધરિધરિ મહીનાં માટ ઘૂમિ, મુનિજન જાપ-સું પાપ ગમિ,
પ્રેમદા પ્રીતનાં ગીત ગાઈ, રણઝણે ઘંટ ને નૃત્ય થાઈ.          ૯