મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રારંભિક દુહા

From Ekatra Wiki
Revision as of 11:15, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રારંભિક દુહા|જિનહર્ષ}} <poem> પ્રારંભિક દુહા શ્રી સારદ વરદા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રારંભિક દુહા

જિનહર્ષ

પ્રારંભિક દુહા
શ્રી સારદ વરદાયિની, સુમતિ તણી દાતાર,
મૂરખનઇ પંડિત કરઇ, એ મોટઉ ઉપગાર.          ૧

જેહ ભણી સુપ્રસન હુવઇ, તેહનઇ કરઇ નિહાલ,
હીયા તકી અજ્ઞાનના, કાઢી નાખઇ સાલ.          ૨

મોટી મહિમા માયની, જાસ અખૂટ ભંડાર,
સુરનર વિદ્યાધર વિબુધ, પામી ન સક્કઇ પાર.          ૩

ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઇ કોઈ પાર,
તિમ સરસતિ-ભંડારનઉ, નાવઇ પાર અપાર.          ૪

માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,
સુણતાં સહુકોનઇ ગમઇ, રીઝઇ બાલગોપાલ.          ૫

ધર્મમૂલ સમ્યકૂત્વ છઇ, યતન કરઉ નરનારિ,
શ્રી જિનપૂજા આદરઉ, જિમ પામઉ ભવપાર.          ૬

દેવાદિક પર્ષદ વિખઇ, ભાખઇ શ્રી જિનરાય,
નરસંપદ સુરસંપદા, લહઇ ન જિનભક્તિ-પસાય.          ૭

મુગતિ તણા પિણિ સુખ મિલઇ, ઈહાં સુણિજ્યો દૃષ્ટાંત,
સતી આરમશોભા તણઉ, વારુ છઇ વૃત્તાંત.          ૮