મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જિનહર્ષ ઢાલ ૩

From Ekatra Wiki
Revision as of 11:18, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૩| જિનહર્ષ}} <poem> મઇ બુઢરાકું ખીર પકાઈ, ઝારિ ચલ્યઉ લપટઉ દઈ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઢાલ ૩

જિનહર્ષ

મઇ બુઢરાકું ખીર પકાઈ, ઝારિ ચલ્યઉ લપટઉ દઈ, માર્યઉ
મરણ ગયઉ બુઢરઉ, દઈ માર્યઉ મરણ ગયઉ, એહની.

દેવ પ્રગટ થઈ ઇણિ પરિ ભાખઇ,
‘ધન ધન તું બાલા ગુણવંતી,
સરણ આયઉ મુઝનઇ તઇં રાખ્યઉ,
સરણ આયઉ મુઝનઇ તઇં રાખ્યઉ,
સરણ આયઉ.
તાહરઉ સત્ત્વ અધિક મઇં દીઠઉ,
તુઝ દેખી કાયા ઉલસંતી.          સરણ૦          ૧
તુઝ ઉપગારઇ હિવૈ હું તૂઠઉ,
માગી માગી વર જે તુઝ ભાવઇ,’
કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ,
તઉ કરિ એક વચન દાઇ આવઇ.          સરણ૦          ૨
ધર્મબાધાયઇં ગાઇ ચરાઉં
ધર્મબાધા ટાલઉ સુખ પાઉં’,
‘મુગધા એ માગઇ મુઝ પાસઇ,
છાયા એહનઇ કરું ઉલાસઇ.          સરણ૦          ૩
જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ,
એ મોટી ઉપગારણિ બાલા,’
ઇમ ચીંતવી તિણિ ઊપરી કીધઉ,
મહારામ ફલફૂલ-રસાલા.          સરણ૦          ૪
સઘન સુસીતલ જેહની છાયા,
ખટ રિતુના જેહમઇ સુખ પાયા,
જેહની ગંધ સુગંધ સુહાવઇ,
સૂરજકર જેહમઇ નવિ આવઇ.          સરણ૦          ૫
દેવ કહઇ ‘સાંભલિ તું પુત્રી,
બઇસિસિ જાઇસિ તું જિણિ ઠામઇ,
તિહાં તિહાં એ આરામ સહીસ્યું,
તાહરઇ સાથિ હુસ્યઇ સુખકામઇ.          સરણ૦          ૬
દુખ આવ્યઇ સમરે તું પુત્રી,
પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ,’
ઇમ કહી તેહ થયઉ અદસ્ય સુર,
અમૃતફલ આસ્વાદઇ અહનિસિ.          સરણ૦          ૭
તૃષ્ના ક્ષુધા ન લાગઇ તેહનઇ.
દુખ સ્યઉ સુરતરુ જેહનઇ,
ગોયુત નિસિ આવઇ ધરિ કન્યા,
ઉપરિ આરામ વિરાજઇ ધન્યા.          સરણ૦          ૮