મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૪

From Ekatra Wiki
Revision as of 11:21, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૪ |ગંગાસતી}} <poem> ભક્તિ કરવી તેને રાંક થઈ ને રે’વું ને, ::: મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧૪

ગંગાસતી

ભક્તિ કરવી તેને રાંક થઈ ને રે’વું ને,
મેલવું અંતરનું અભિમાન રે,
સદ્ગુરુ ચરણમાં શીશ નમાવી,
કર જોડી લાગવું પાય...          ભક્તિ. ૧

જાતિપણું છોડીને અજાતિ થાવું ને,
કાઢવો વરણ વિકાર;
જાતિભાતિ નહિ હરિના દેશમાં ને,
એવી રીતે રે’વું નિર્માન રે...          ભક્તિ. ૨

પારકા અવગુણ કોઈના જુએ નહિ ને,
એને કહીએ હરિના દાસ રે;
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,
એને દૃઢ કરવો વિશ્વાસ...          ભક્તિ. ૩

ભક્તિ કરો તો એવી રીતે કરજો,
કે રાખજો વચનમાં વિશ્વાસ રે;
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એમ કહીને હરિના દાસ...          ભક્તિ. ૪