મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૫
Revision as of 08:35, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|રવિસાહેબ}} <poem> રવિએ રમતાં દીઠો રે... રવિએ રમતાં દીઠો રે, :::...")
પદ ૫
રવિસાહેબ
રવિએ રમતાં દીઠો રે...
રવિએ રમતાં દીઠો રે,
બાવો છે ઝીણો, છે ઝીણો.
લીલો ને પીળો, લાલ બેરંગી,
સફેદથી રંગ સારો,
એ પંખીડાને પાંખ જ નહિ
ચૌદ ભુવનથી ન્યારો. – બાવો
આગળ છાંયો ને પાછળ છાંયો,
એ છાંયો છે તમારો,
એ છાંયામાં છુપાઈ રિયો,
છાંયાથી સતગરુ ન્યારો –બાવો
આપેં બાવો આપ સ્વરૂપી
ઝીણા માંહેલો ઝીણો,
કુંવર પોઢ્યા ઢોલિયે રે
સહેજે તાળાં ખોલો – બાવો
જળ થળ પવન ને પ્રથવી,
ઠામ નહિ કોઈ ઠાલો,
કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે
બાવન અક્ષરથી બારો
બાવો છે ઝીણો, છે ઝીણો.