મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૪
Revision as of 09:41, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|દાસીજીવણ}} <poem> મોર તું તો આવડાં રૂપ મોર, તું તો આવડાં તે...")
પદ ૪
દાસીજીવણ
મોર તું તો આવડાં રૂપ
મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો.
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.—મોર, તું તો૦
ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે;
હજી રે નાથજી કેમ નાંવ્યો;
કાં તો શામળીએ છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.—મોર, તું તો૦