મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૫
Revision as of 09:42, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| દાસીજીવણ}} <poem> વારી વારી જાઉં રે વારી વારી જાઉં રે મારા...")
પદ ૫
દાસીજીવણ
વારી વારી જાઉં રે
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર વારી ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર.
ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે;
અડસઠ તીરથ મારા ઘરને આંગણે, નત તરવેણી ના’વું રે. વારી૦
શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે;
નાથ મારાનાં નેણાં નીરખી, હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. વારી૦
શામળાકારણે સેજ બિછાવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચ નાચું મારા નાથની આગળ, વ્રજ થકી બોલાવું રે. વારી૦
દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં પ્રેમે પાવન થાઉં રે. વારી૦