મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /કૃષ્ણવિરહના મહિના
થોભણદાસ
કારતક માસે મેલી ચાલ્યા કંતરે, વાહાલાજી;
પ્રીતલડી તોડીને આણ્યો અંત; મારા વાહાલાજી.
પિયુજી મારા શું ચાલ્યા પરદેશરે, વા. મંદરિયામાં મેલ્યાં બાળે વેશ; મારા૦
ભર દરિયામાં મેલી મુજને વહેતીરે, વા. આવડલી ઘાતો તે હું નવ લેતી; મારા૦
.
હુંતો જાણતી ઉજળું એટલું દુધરે, વા. જાવાને દીવસડે માંડવું જાુદ્ધ; મારા૦
સાગરિયા તમે શીદ થયાછો ખારારે, વા. કો આગળ જે કરિયે કષ્ટવિસારા; મારા૦.
તમે અમારાં દુખડાના છો જાણરે, વા. પ્રીતલડી ઉપર બંધાણા પ્રાણ. મારા૦
થોડેને દીવસડે અમને મળજોરે, વા. થોભણના સ્વામીજી વહેલા વળજો મારા૦
૦
પુરુષોતમજી પુરુષોતમ મસવાડોરે, વા. દયા કરી તે દીવાળીનો દહાડો; મારા૦
હરિ અમારે આનંદ ઓછવ થાયરે, વા. માનનિયો મળીને મંગળ ગાય; મારા૦
સેવક સરવે આરતિયો ઉતારેરે, વા. અલબેલાજી ઉપર તનમન વારે; મારા૦
ખાનપાન પકવાન મીઠા મેવારે, વા. જમુના જળ ઝારીયો આચમન લેવા; મારા૦
લવિંગ સોપારી એળચિ આદરમાનરે, વા. વાળિ આપું બિડલે બાસઠ પાન; મારા૦
સુખ શજયામાં પોઢાડું નંદલાલરે, વા. થોભણના પ્રભુનિર્ખિને થાઉ ન્યાલ; મારા૦