મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૩

From Ekatra Wiki
Revision as of 07:33, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|પ્રીતમ}} <poem> તનરેંટુડો સદગુરુ શબ્દે તનરેંટુડો સદગુરુ શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૩

પ્રીતમ

તનરેંટુડો સદગુરુ શબ્દે
તનરેંટુડો સદગુરુ શબ્દે, સૂતર ફરવા લાગ્યો
થઈ મ્હેર ઘણી, ગુરુદયાળે દિલનો ધોખો ભાંગ્યો.          તન

શુભ કર્મ કાષ્ઠ રેંટિયો કીધો,
તે તો સુઘડ સુતારે ઘડી દીધો,
બુદ્ધ માનુનીએ માગી લીધો.          તન

પચરંગી પાંખડિયું આરા,
થાંભલિયું તોરણિયા સારા;
ચિત્ત ચપળ ચમરખે રંગન્યારા.          તન૦

અંત:કરણ ઉઢાણી પ્રોયે,
અને અન્ન-ઉદક ઊંજણ જોઈએ;
દમ દામણિયો સુંદર સોહિયે.          તન૦

તે મધ્ય જૈતન્ય માળ ફરે,
પરા પરા પૂણી પ્રાણ ધરે;
ત્રિવેણીત્રાકે તાર ભરે.          તન૦

મનમાંકડી ચોક્કસ કરિયે,
ઘર મૂકી પરઘેર નવ ફરિયે;
એક ધ્યાન ધણી કેરું ધરિયે.          તન૦

ગુણવંતી નાર કમાય ઘણું,
જેને બળ હોય હરિ-ગુરુ સંતતણું;
તેને સહેજે: આવે શીલપણું. તન૦

કહે પ્રીતમ પ્રગટે પૂર્ણદશા
રસિયોજી આવી ક્દિયામાં વસ્યા;
તેનાં જન્મ-મરણ-દુ:ખ દૂર ખસ્યાં.          તન૦