મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૩
Revision as of 08:07, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|વિશ્વંભર}} <poem> આવોને મંદિરીએ મહારે ::: મોહન મહી વલોવા રે,...")
પદ ૩
વિશ્વંભર
આવોને મંદિરીએ મહારે
મોહન મહી વલોવા રે,
મહીને મસે હુ બોલાવુ,
ખાંત્ય ઘણી છે જોવા રે. ૧
માહારૂ ગોરસ મીઠું મોહંન,
હુ મૈહ્યારી ભોલ્લી રે,
ભાવે એટલું પીજ્યો વાહાલા,
સોપુ સરવે ગોલ્લી રે. ૨
માહારૂ છે તે છે તમાહારૂ,
રખે અંતર રાખો રે,
પ્રીત્ય કરી પાતલ્લીયા વાહાલા,
ગોરસ માહારૂ ચાખો રે. ૩
પ્રભાત્ય થાતા પેહેલા આવો,
રખે અસુર કરતા રે.
વસ્તા વીસ્યંભર એક હી સ્વયંભર
હેત હૈયામાં ધરતા રે. ૪