મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૫
Revision as of 08:10, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|વિશ્વંભર}} <poem> એ રંગ રૂડો રમવ સરખો, ::: રમતલ થાએ રાજી રે, પ્...")
પદ ૫
વિશ્વંભર
એ રંગ રૂડો રમવ સરખો,
રમતલ થાએ રાજી રે,
પ્રેમી જંનના ભોગમાંહાં આવે,
સુ કરે પંડીત કાજી રે. ૧
ફેરવે પોથી થાથમ થોથી,
મન માયાસંગ લાગુ રે,
ક્યેમ ચાલે વેહેવાર અમાહારો,
જાણ્યે ચ્યાર ઘર ઘણાં માગુ રે. ૨
કુલ્લ કુટુંબી તો કુલ્લમાંહાં બાંધ્યા,
વરણવેષ વેહેવાહારે રે,
રલ્લી રલ્લી ત્યેહેનોં ખપર ભરે.
નવરા નહી તે ક્યારે રે. ૩
આદ્ય પુરાણી રહ્યા એમ જાંણી,
તે તો કેહે સુ કરીએ રે,
અમ્યો નહી અમાહારામાંહી,
ધરતાને ક્યેમ ધરીએ રે. ૪
ધરતા લેઈને ક્યરતા થયા,
તે છે ત્યેહેના ભોગી રે,
વસ્તા વીસ્યંભર સદેહી સ્વયંભર,
સદા તેહ સંજ્યોગી રે. ૫