મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૮
Revision as of 10:50, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૮|}} <poem> સંતો મુનિવરે મન સમજાયા, સમજી ચાલ્યા શબ્દ સદ્ગુરૂક...")
પદ ૮
સંતો મુનિવરે મન સમજાયા,
સમજી ચાલ્યા શબ્દ સદ્ગુરૂકાતો પરબ્રહ્મકુ પાયા. સંતો૦
પાંચકું મારી, પચીશકું વારી, કામ ક્રોધ હઠાયા;
હદ, બેહદ, અનહદ ગતિ આવી, કર્મવિનાની કાયા. સંતો૦
કર્મધર્મની ભ્રમણા ભાગી, એક લાલનસે લેહે લાયા;
અવળા હુતા તે સવળા કીધા, લખિયા ફેર લખાયા. સંતો૦
સુરતા સાંધીને ચાલ્યા અકાસી, અનહદ નાદ બજાયા;
આદ્ય હતા સો અંતે ઊઠી ધાયા, જઈ રૂપમાં રૂપ સમાયા. સંતો૦
સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંતી, બાવન બા’ર બુઝાયા;
ભોજો ભગત કહે ગુરુપ્રતાપે, જન્મમરણમાં ના’યા. સંતો૦